વડાપ્રધાન મોદીનુ આવતીકાલે આગમન, એરપોર્ટથી વરાછા રોડ માર્ગે જશે, જાણો શું છે વ્યવસ્થા
- સુરતમાં મોદીનો રોડ શો છ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે, અનેક ઠેકાણે અભિવાદન કરાશે
- વડાપ્રધાન મોદી ખુદ આ વખતે સુરતની 12 બેઠકમાં રસ લઈ રહ્યા છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના પ્રચારને હવે ગણતરીના કલાકો જ બાકી છે એમ કહી શકાય. કેમકે 29 નવેમ્બરના સાંજે 6 વાગ્યાથી પ્રચાર બંધ થઈ જશે. ત્યારે વડાપ્રધાન મોદી સૌથી મોટી સભા અને રોડશો સુરતમાં કરવા જઈ રહ્યા છે. જેમાં 27 નવેમ્બરના સુરતમાં એરપોર્ટથી મોટા વરાછા ગોપીન ફાર્મ સુધી 32 કિલોમીટરની સફર કરશે. જેના કારણે કેટલાંક રસ્તા પણ બંધ કરવામાં આવશે.
સુરતના ઇતિહાસમાં પહેલીવાર વડાપ્રધાન મોદી આટલો લાંબો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરશે તેના માટે સભા અને રૂટ પર અડચણ ન થાય તે માટે પોલીસે વાહનોની અવર જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. વાહનચાલકો મુખ્ય માર્ગને અડીને આવેલી ગલી-નાકા, ચાર રસ્તા ઉપરથી મુખ્યમાર્ગ ઉપર પ્રવેશવા અને ક્રોસિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવવી દીધો છે.
વડાપ્રધાન મોદી એરપોર્ટથી લઈને વરાછા સુધીના સ્થાન માટે જે વિસ્તારો પરથી પસાર થશે તેના માટે પોલીસ દ્વારા પણ તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના માટે શહેરના ડીસીપી-14 ,એસીપી-22, પીઆઈ-70 , PSI-130 અને પોલીસકર્મી-1500 ની ટીમ સાથે TRB-500 , SRPની 4 કંપની પણ ફરજ પર રહેશે.
આ દરમિયાન કેટલાંક રોડ અને રસ્તા પણ બંધ રહી શકે છે. જેમાં એરપોર્ટથી અઠવા ગેટ સહારા દરવાજા સહારા-રેલ્વે ઓવરબ્રિજ સરદાર માર્કેટથી આઈમાતા સર્કલ પરવત પાટીયા-નહેર રોડ રેશમા સર્કલ ,પુણા જંક્શન સીમાડા નહેર 3 રસ્તાથી BRTS સિલ્વર બિઝનેસ હબ ,સ્વાગત જંક્શન સીમાડા ચાર રસ્તા સવજી કોરાટ બ્રિજ, મોટા વરાછા-લજામણી ચોક, અબ્રામા રોડ ,નંદચોક ચાર રસ્તા, ગોપીન ફાર્મ ટી પોઇન્ટ- વેદાંત પેરાડાઇઝ ત્રણ રસ્તાથી સભાના સ્થળ સુધી રસ્તા અમુક સમય માટે બંધ રહેશે.
આ પણ વાંચોઃ પાલનપુર : ડીસામાં ભારતીય સંવિધાન દિન નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરાયા