આજથી ગંગા નદીમાં વધુ એક નઝરાણું ઉમેરાવવા જઇ રહ્યું છે. વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં ગંગા નદીના કિનારે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપશે. જેના સાથે જ વારણસી અને ગાંગાના કિનારે એક ટેન્ટ સીટી પણ શરૂ થવા જઈ રહી છે. જે વારાણસી અને ગંગા ઘાટને વધુ સુંદર અને આકર્ષક બનાવશે.
➡️પ્રધાનમંત્રી @narendramodi આજે દુનિયાનું સૌથી લાંબુ રિવર ક્રૂઝ #GangaVilas ને ફ્લેગ ઓફ કરશે
????તો આવો આ વૈભવી રિવર ક્રૂઝની વિશેષતાઓ પર એક નજર નાંખીએ pic.twitter.com/8q5bjnf6uE— DD News Gujarati (@DDNewsGujarati) January 13, 2023
આ અંગે વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 1000 કરોડ કરતા પણ વધારે રુપિયાની અન્ય જળમાર્ગ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. જેના થકી વારાણસી અને ગંગાના પરિયોજનાને વધુ એક પ્રવાસન સ્થળની સાથે લોકોને વધુ આરામદાયક સફર કરવાનો મોકો મળશે. આ પ્રવાસીઓને એક ભારત અને બાંગ્લાદેશની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની તક પૂરી પાડશે.
આ પણ વાંચો : SC: રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની માંગ પર ફેબ્રુઆરીમાં સુનાવણી, સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી PIL
શું છે એમવી ગંગા વિલાસની વિશેષતા
વારાણસીથી શરૂ થનાર એમવી ગંગા વિલાસ તેની યાત્રામાં 51 દિવસમાં લગભગ 3200 કિલોમીટરની દુરી નક્કી કરશે. આ ક્રૂઝ બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે.
આ દરમિયાન આ ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાં વહેતી કુલ 27 નદી પર પ્રવાસ કરીને તેમના નિર્ધારિત સ્થળ પર પહોંચશે.
ક્રૂઝમાં ત્રણ ડેક અને 18 સ્યુટ છે. જેમાં 36 પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા છે. આ તમામ સ્યુટ અને ડેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે
ગંગા વિલાસ ક્રૂઝના માધ્યમથી 50 પર્યટક સ્થળો એકબિજાથી જોડાશે. રિવર ક્રૂઝ ગંગા વિલાસમાં યાત્રા કરવા માટે વિદેશી સહેલાણીઓ વારાણસી પહોંચી ચુક્યા છે અને આજે તેમની પહેલી ટુકડી રવાના થશે.
આ પણ વાંચો : PM મોદીની સુરક્ષામાં ચૂક