ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન મોદી દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનું ગ્વાલિયરમાં કરશે લોકાર્પણ

  • દિલ્હી અને વડોદરા વચ્ચે બાય રોડથી માત્ર 10 કલાક જેટલો લાગશે સમય
  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના બીજા સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવા તૈયાર

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વડાપ્રધાન મોદી સોમવારે(2 ઓક્ટોબરે) રૂ. 11,895 કરોડના ખર્ચે નિર્મિત દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે સહિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવા જશે. જેનું લોકાર્પણ થયાં બાદ દિલ્હી અને વડોદરા વચ્ચેની બાય રોડથી થતી સફરનો સમય આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેનના સમય કરતાં પણ ઓછો લાગશે.  PM મોદી ગુજરાત સુધીના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના બીજા સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવા તૈયાર છે.

દિલ્હી-વડોદરા વચ્ચે બાય રોડથી થતી સફરનો સમય સૌથી ઝડપી ટ્રેનના સમય કરતાં પણ ઓછો !

વડાપ્રધાન મોદી દ્વારા દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનું લોકાર્પણ થતા દિલ્હી અને વડોદરા વચ્ચેનો રોડ પ્રવાસનો સમય ઘટીને 10 કલાક થઈ જશે, જે રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન કરતાં પણ ઓછો સમય હશે. દિલ્હી અને વડોદરા વચ્ચેના રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની રહેલી છે. જે લગભગ 10 કલાક અને 45 મિનિટ જેટલો સમય લે છે, જ્યારે અન્ય ટ્રેનો 12થી 15 કલાક વચ્ચેનો સમય લે છે.

સોહના, દૌસા, લાલસોટ સવાઈ માધોપુર, કોટા, રતલામ દાહોદ અને ગોધરામાંથી પસાર થતો નવો એક્સપ્રેસ વે દિલ્હી અને વડોદરા વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ અડધો કરી દેશે, જે અગાઉ રૂટના આધારે લગભગ 18-20 કલાક લેતો હતો. હાલમાં, દિલ્હીથી વડોદરા પહોંચવા માટે બે સીધા માર્ગો છે – એક જયપુર, ભીલવાડા અને ઉદયપુર થઈને તો બીજો લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટા થઈને. જયારે જયપુર-ઉદયપુર રૂટ થોડો નાનો છે અને લગભગ 17 કલાક લે છે.

અગાઉના રૂટ મુજબ બંને શહેરો વચ્ચે રોડ મારફતે જવાનું અંતર 1,000 કિલોમીટરથી વધુ હતું, પરંતુ નવા એક્સપ્રેસ વેથી આ અંતર ઘટીને માત્ર 845 કિલોમીટર થઈ જશે. આશરે રૂ. 12,000 કરોડના ખર્ચે બનેલ એક્સપ્રેસ-વેનો દિલ્હી-વડોદરા વિભાગ હરિયાણા (79 કિમી), રાજસ્થાન (373 કિમી) અને મધ્યપ્રદેશ (244 કિમી) માંથી પસાર થાય છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહના-દૌસા સેક્શન પહેલેથી જ કાર્યરત છે.

આ રોડ વિશે શું કહ્યું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના અધિકારીએ ?

ન્યુઝ-18ના અહેવાલ અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, આ એક્સપ્રેસ-વે પર કાર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ આઠ લેનનો ઈ-વે ટ્રાફિકના સરળ પ્રવાહને મંજૂરી આપશે. તે જયપુર, કોટા, ચિત્તોડગઢ, ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ અને અમદાવાદને વધુ સારી કનેક્ટિવિટી ઓફર કરતી વખતે બે શહેરો વચ્ચેની મુસાફરીને સરળ બનાવશે.

1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે બનશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની વાત કરીએ તો,  રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નાણાકીય રાજધાની મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 12 કલાક કરવાની અપેક્ષા સાથે, 1,386 કિલોમીટરનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ફેબ્રુઆરી-2024 સુધીમાં તૈયાર થઈ જશે તેમ જાણવા મળ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે. તેને લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. ઈ-વે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય અડધો કરીને 12 કલાક કરી દેશે અને લગભગ 200 કિમીનું અંતર પણ ઘટાડશે. 246 કિલોમીટરના સોહના-દૌસા-લાલસોટ વિભાગનું ઉદ્ઘાટન 12 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. તે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું હતું. આ સાથે, દિલ્હી અને જયપુર વચ્ચેનો મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થઈ ગયો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈ-વે 320 મિલિયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણની બચત પેદા કરશે અને CO2 ઉત્સર્જનમાં 850 મિલિયન કિલોગ્રામ ઘટાડો કરશે, જે 40 મિલિયન વૃક્ષો વાવવાની સમકક્ષ છે.

આ પણ વાંચો:NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહનવાઝ દિલ્હી પોલીસના સકંજામાં

Back to top button