ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, 3050 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે. આવતીકાલે સવારે લગભગ 10:15 વાગ્યે PM મોદી નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 12:15 વાગ્યે તેઓ નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ 3:45 વાગ્યે તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રનાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.

PM મોદી આવતીકાલે નવાસારીમાં અનેક વિકાસશીલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન, શિલાન્યાસ કરશે
વડાપ્રધાન મોદી 10મી જૂને નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ નામના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલ ખાતે આશરે 3050 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં મદદ કરશે, સાથે કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે.

PM મોદી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે 961 કરોડ રૂપિયાના 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લામાં લગભગ 542 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આ પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.

પીવાના પાણીની કિલ્લત નહીં જોવા મળે
વડાપ્રધાન મોદી 586 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મધુબન ડેમ આધારિત અસ્ટોલ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે. તે પાણી પુરવઠાના ઈજનેરી કૌશલ્યોની એક અજાયબી છે. તેમજ 163 કરોડ રૂપિયાના ‘નળ સે જળ’ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રોજેક્ટ્સ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું સલામત અને પૂરતું પાણી પૂરું પાડશે.

પ્રધાનમંત્રી તાપી જિલ્લાના રહેવાસીઓને વીજળી પૂરી પાડવા માટે ₹ 85 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા વીરપુર વ્યારા સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગંદા પાણીનાં શુદ્ધિકરણની સુવિધા માટે ₹ 20 કરોડના મૂલ્યના 14 MLDની ક્ષમતાવાળા સુએઝ  ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નવસારીમાં ₹ 21 કરોડથી વધુના ખર્ચે બનેલા સરકારી ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ પિપલાઈદેવી-જુનેર-ચિચવિહિર-પીપલદહાડથી બાંધવામાં આવેલા રસ્તાઓ અને ડાંગમાં લગભગ દરેક ₹ 12 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી શાળાની ઇમારતોનું પણ ઉદ્ઘાટન કરશે.

તાપી જિલ્લામાં પણ વિવિધ પ્રોજેક્ટ્સ ખુલ્લાં મૂકશે
પ્રધાનમંત્રી તાપી જિલ્લાના રહેવાસીઓને વીજળી પૂરી પાડવા માટે 85 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા વીરપુર વ્યારા સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગંદા પાણીનાં શુદ્ધિકરણની સુવિધા માટે 20 કરોડ રૂપિયાના મૂલ્યના 14 MLDની ક્ષમતાવાળા સુએઝ  ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નવસારીમાં 21 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા સરકારી ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ પિપલાઈદેવી-જુનેર-ચિચવિહિર-પીપલદહાડથી બાંધવામાં આવેલા રસ્તાઓ અને ડાંગમાં લગભગ દરેક 12 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી શાળાની ઇમારતોનું પણ ઉદ્ઘાટન કરશે.

PM એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષનું ઉદ્ઘટાન કરશે
વડાપ્રધાન નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. તેઓ હૅલ્થકેર કોમ્પ્લેક્સ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ ખારેલ શિક્ષણ સંકુલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.

PM IN-SPACe મુખ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે
વડાપ્રધાન અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર એટલ કે IN-SPACeનાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ સ્પેસ આધારિત એપ્લિકેશન્સ અને સેવાઓનાં ક્ષેત્રમાં કામ કરતી IN-SPACe અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે એમઓયુની આપ-લેનું પણ સાક્ષી બનશે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન અને સક્ષમ કરવાથી અવકાશ ક્ષેત્રને મોટો ટેકો મળશે અને ભારતના પ્રતિભાશાળી યુવાનો માટે તકોના નવા દ્વાર ખુલશે.

IN-SPACe ની સ્થાપનાની જાહેરાત જૂન 2020માં કરવામાં આવી હતી. તે સરકારી અને ખાનગી બંને સંસ્થાઓની અવકાશ પ્રવૃત્તિઓના પ્રચાર, પ્રોત્સાહન અને નિયમન માટે અવકાશ વિભાગમાં એક સ્વાયત્ત અને સિંગલ વિન્ડો નોડલ એજન્સી છે. તે ખાનગી સંસ્થાઓ દ્વારા ISRO સુવિધાઓના ઉપયોગની પણ સુવિધા આપે છે.

Back to top button