કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

વડાપ્રધાન મોદી 19મી એ ફરી આવશે રાજકોટ, જાણો આખો કાર્યક્રમ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઈને સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આગામી 19મી ઓક્ટોબરે તેઓ ફરી એકવાર રાજકોટ આવી રહ્યા છે. તંત્ર દ્વારા તેમના પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી દેવામાં આવી છે.

એરપોર્ટથી રેસકોર્ષ સુધી યોજશે રોડ-શો, પછી જાહેરસભા

વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચે એટલે તરત જ એરપોર્ટ ખાતેથી તેઓ રોડ-શો યોજવાના છે. એરપોર્ટ ઉપરથી નીકળી તેઓ જાહેર જનતાનું અભિવાદન જીલતા રેસકોર્ષ સુધી આવવાના છે. અહીં તેઓ જાહેરસભાને સંબોધન કરવાના છે. એક અનુમાન મુજબ તેમની આ સભામાં લગભગ દોઢ લાખ લોકોની જનમેદની ઉમટી પડવાની શક્યતા છે.

આ પણ વાંચો : દિવાળીના એક દિવસ પહેલા ISROનું સૌથી ભારે રોકેટ થશે લોન્ચ

ત્રણ પુલ જાહેર જનતા માટે ખુલ્લા મુકશે

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 ઓક્ટોબરે રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. વડાપ્રધાનના હસ્તે હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ, નાના મૌવા ચોક ઓવરબ્રિજ અને રામાપીર ચોક ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનતા રાજકોટમાં અંદાજે 2 લાખ વાહન ચાલકોના ઈંધણ અને સમયની બચત થશે. હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ અંદાજે દોઢ વર્ષમાં બનીને તૈયાર થયો છે. હોસ્પિટલ ચોક પર ટ્રાયેંગલ બ્રિજ તૈયાર કરાયો કરાયો છે. અહીંથી જામનગર, દ્વારકા જતા લોકો સરળતાથી જઈ શકશે. તો બીજા માર્ગ પર ઉપલાકાંઠા વિસ્તાર અને અમદાવાદ જતા વાહન ચાલકોને લાભ મળશે. રાજકોટના મહત્વના માર્ગ પર ટ્રાફિક વહેંચાતા થતા એક મોટી સમસ્યાનો પણ અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાત દરમિયાન અંદાજે 5 હજાર કરોડથી વધારેની રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી મવડી ઈનડોર સ્ટેડિયમનું પણ ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના પ્રવાસને રાજકોટના વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટ : B.com નું પેપર સૌ.યુનિ. અથવા ઓફસેટમાંથી જ ફૂટ્યાની શક્યતા

Back to top button