ગુજરાતચૂંટણી 2022

વડાપ્રધાન મોદીએ સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું, PMની એક ઝલક મેળવવા લોકોની ભારે ભીડ

Text To Speech

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. પીએમ મોદીએ મતદાન મથકમાં એક સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું હતું. સાબરમતી મતવિસ્તાર પીએમ મોદીને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે. ત્યાં ભાજપ ના ઉમેદવાર તરીકે  હર્ષદભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિપક્ષ તરીકે કોંગ્રેસમાંથી દિનેશ મહીડા અને આપમાંથી જશવંત ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.

પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનના એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગઈકાલે સવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું અને નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

વડાપ્રધાનને જોવા લોકોનો મેળાવડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે. રાણીપ ખાતે વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે. સાબરમતી વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હર્ષદ પટેલ પણ રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચી ચૂક્યા છે.

ટ્વીટ કરીને લોકોને મતદાન આપવા અપીલ કરી
PM મોદીએ આજે સવારે ટ્વીટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી હતી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.”

 

Back to top button