ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઇ રાજકીય ગરમાવો, રાજભવનમાં મિટિંગો શરૂ

  • અંબાજી મંદિર પહોંચી ત્યાં પૂજાઅર્ચના કરી પ્રવાસની શરૂઆત કરશે
  • આવતી કાલે SOUમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અપર્ણ કરશે
  • રૂ.5,950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજભવનમાં મિટિંગો શરૂ થઇ છે. જેમાં આજે અંબાજી પહોંચશે, રાતવાસો ગાંધીનગરમાં કરશે. પીએમ 31મીએ બપોરે બે વાગ્યાની આસપાસ વડોદરાથી પરત જશે. જેમાં પાટનગરના રાજભવન ખાતે બપોરે ત્રણ વાગ્યાથી લઈ તેમના રાત્રિ રોકાણ દરમિયાન તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન તથા અન્ય ટોચના આગેવાનો સાથે મિટિંગોનો દૌર ચલાવશે તેવી શકયતા નકારી શકાતી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, હવામાન વિભાગે કરી આગાહી

SOUમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અપર્ણ કરશે

આવી બેઠકો અંગે હજી સુધી કોઈ આયોજન ના થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સહિત રાજ્યના આગેવાનોને દિલ્હી તેડાવી લંબાણપૂર્વક પરામર્શ કર્યો હતો અને એ પછી તુર્ત જ ગાંધીનગરમાં પણ ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સત્તાવાર બંગલે રાત્રિ બેઠકનો દૌર ચલાવ્યો હતો, જો કે હજી સુધી ગ્રાઉન્ડ લેવલે આ કવાયતની ફળશ્રુતિ જોવામાં આવી નથી, જે નોંધનીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે અંબાજીમાં દર્શન બાદ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે. તથા ખેરાલુમાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમજ આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જેમાં SOUમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અપર્ણ કરશે. તથા રાષ્ટ્રીય એકતા દિવસે પરેડ બાદ તાલીમાર્થી ઓફિસરને સંબોધશે.

એકતાનગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે

SOU પાસે કમલમ પાર્કનું પણ PM મોદી લોકાર્પણ કરશે. તેમજ એકતાનગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે. જ્યારે PM મોદી અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. અંબાજીમાં PM મોદીના આગમન પૂર્વે 900 દીવાની મહાઆરતી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં PM મોદી સૌથી મોટા શ્રીયંત્રનું લોકાર્પણ કરશે. તેમજ PM મોદીનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવશે. મંડાલી અને સનાલી ગામના લોકો નૃત્ય અને ભજનથી સ્વાગત કરશે. PMના આગમનને લઈ ચાચર ચોકની સફાઈ કરાઈ છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. PM મોદીની અંબાજી મુલાકાતને લઈ સરહદ પર કડક ચેકીંગ છે.

બપોરે લગભગ બે વાગે વડોદરા થઈ દિલ્હી પરત જવાના છે

વડા પ્રધાનના નક્કી થયેલા શિડયુઅલ મુજબ તેઓ આજે સવારે સાડા દસ વાગે અંબાજી મંદિર પહોંચી ત્યાં પૂજાઅર્ચના કરી તેમના પ્રવાસની શરૂઆત કરવાના છે. ત્યાંથી તેઓ બપોરે 12 વાગે મહેસાણા જિલ્લાના ડભોડા ગામે ઉત્તર ગુજરાતના 6 જિલ્લા-અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણ તેમજ મહીસાગર જિલ્લાને આવરી લેતા રૂ.5,950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભા પણ સંબોધશે. બાદમાં તેઓ રાજભવનના ઉતારા ઉપર પહોંચી ત્યાં રાતવાસો કર્યા બાદ બીજા દિવસે સરદાર જયંતીએ યુનિટી સ્ટેચ્યૂ ખાતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યાંથી તેઓ બપોરે લગભગ બે વાગે વડોદરા થઈ દિલ્હી પરત જવાના છે.

Back to top button