અમદાવાદની વિદ્યાર્થીની સાથે વડાપ્રધાન મોદીએ 5G ટેક્નોલોજીથી કરી વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવા શરૂ કરવાની સાથે કેટલાંક બાળકો સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમના ગમતા વિષયની સાથે 5G નો કેવી રીતે અભ્યાસમાં ઉપયોગ કરી શકાય તેના અંગે તેમને માહિતી આપી હતી. આ દરમિયાન અમદાવાદની એક શાળાની વિદ્યાર્થીની સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો અને 5G ના અનુભવ અંગે વાત કરી.
ટેલિકોમ્યુનિકેશન વિભાગના અનુસર, દેશના 13 શહેરમાં રહેતા યુઝર્સને સૌથી પહેલા 5G સેવાઓનો લાભ મળશે. આ શહેરોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ચંદીગઢ, બેંગલુરુ, ગુરુગ્રામ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર, અમદાવાદ અને જામનગર સામેલ છે. આ શહેરો બાદ વર્ષના અંત સુધીમાં અન્ય મોટાં શહેરોમાં પણ 5G સેવાઓ સાથે જોડાયેલ નેટવર્ક તૈયાર થઈ જશે અને યુઝર્સને એનો લાભ મળશે.
આ પણ વાંચો : 5G યુગનો પ્રારંભ : વડાપ્રધાન મોદીએ શરૂ કરાવી સેવા
દેશમાં એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી 5G સેવા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્ર ભુપેન્દ્ર પટેલ અને ઉ.પ્રના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર રહ્યા હતા. 5G સર્વિસ લોન્ચ કરતાં ભારત ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ્યું છે. જેના સાક્ષી બન્યા હતા.