નેશનલ

દેશના શહીદોને વોર મેમોરિયલ પર વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Text To Speech

દેશમાં આજે 74 માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક પર્વનું નેતૃત્વ કરી રહ્યા છે. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેના પ્રમુખો પણ હાજર હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા ત્યારે વડાપ્રધાન મોદી પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા છે. વડાપ્રધાનની સાથે રાજનાથસિંહ પણ જોવા મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભકામના આપી હતી. પીએમ મોદીએ લખ્યુ હતું કે ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે અમે એકજૂથ થઈને આગળ વધવા ઈચ્છીએ છીએ.

આ પણ વાંચો : 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે દિલ્હી તૈયાર, આ હશે મુખ્ય આકર્ષણ

કર્તવ્ય પથ પર 23 ઝાંખીઓ જોવા મળશે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 17 ઝાંખીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોની 6 ઝાંખીઓ પણ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આર્થિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષાને દર્શાવતી ઝંખીઓ કર્તવ્ય પથ પર જોવા મળશે.

Back to top button