ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી કરુણાંતિકા પર ભાવુક થયા વડાપ્રધાન મોદી, કેવડિયામાં કહ્યું- મન પીડિત પરિવારોની વચ્ચે

Text To Speech

કેવડિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પુલ દુર્ઘટનાને લઈને ભાવુક થયા છે.તેમણે કહ્યું કે મન પીડિત પરિવારોની વચ્ચે જ છે. વડાપ્રધાને કહ્યું કે સરકાર પીડિત પરિવારોની સાથે છે. તેમણે કહ્યું ગુજરાત અને કેન્દ્ર સરકાર સંભવિત દરેક મદદ કરી રહી છે. રાષ્ટ્રીય એકત દિવસના પ્રસંગે કેવડિયામાં એક સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું- મન કરુણાથી ભરાયું છે. તેમણે કહ્યું કે NDRFની ટીમ રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે. જેમાં સેના અને વાયુસેનાની ટીમ મદદ કરી રહી છે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના લોકોને આશ્વસ્ત કરતા કહ્યું કે રાહત અને બચાવ કાર્યમાં કોઈ જ ઉણપ આવવા નહીં દેવાય.

મોરબી દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
મોરબી દુર્ઘટના પર ભાવુક વડાપ્રધાને કહ્યું કે- હું એકતા નગરમાં છું પરંતુ મારું મોરબીના પીડિતોની સાથે છે. મેં મારા જીવનમાં લગભગ જ આવા દુઃખનો અનુભવ કર્યો હશે. એકતરફ દર્દથી હ્રદય વ્યથિત છે તો બીજી તરફ કર્તવ્યનો રસ્તો છે. તેમણે વધુમાં કહ્યું કે જે લોકોના પરિવારના લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે, હું તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુઃખની આ ઘડીમાં સરકાર પીડિત પરિવારની સાથે જ છે. ગુજરાત સરકાર કાલ સાંજથી જ પૂરી શક્તિથી રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને સંપૂર્ણપણે મદદ કરવામાં આવી રહી છે. બચાવ કામમાં NDRFની ટીમને લગાડવામાં આવી છે. જેમાં સેના અને વાયુસેનાની ટીમ પણ મદદ કરી રહી છે. વડાપ્રધાન કહ્યું કે ઘાયલની સારવારમાં યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે. લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી કરવા માટેના કામને પ્રાથમિકતા આપવામાં આવશે.

વડાપ્રધાને દેશવાસીઓને આશ્વાસન આપ્યું
વડાપ્રધાને કહ્યું ક દુર્ઘટનાના સમાચાર મળતા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી પહોંચ્યા હતા. અને તેઓએ રાહત તેમજ બચાવ કાર્ય સંભાળી લીધું હતું. રાજ્ય સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે એક કમિટીનું ગઠન કર્યું છે. તેમણે દેશના લોકોને આશ્વસ્ત કર્યા કે રાહત અને બચાવ કાર્યમાં કોઈ પણ પ્રકારની ઉણપ નહીં આવે.

પર ભાવુક વડાપ્રધાને કહ્યું કે- હું એકતા નગરમાં છું પરંતુ મારું મોરબીના પીડિતોની સાથે છે. મેં મારા જીવનમાં લગભગ જ આવા દુઃખનો અનુભવ કર્યો હશે. એકતરફ દર્દથી હ્રદય વ્યથિત છે તો બીજી તરફ કર્તવ્યનો રસ્તો છે.

Back to top button