ગુજરાતદક્ષિણ ગુજરાતબિઝનેસ

વડાપ્રધાન મોદીએ PM MITRA પાર્ક અંગે મોટી જાહેરાત કરતાં સુરત સહિત દ.ગુજરાતમાં 50 હજાર રોજગારની શક્યતા

આત્મનિર્ભર ભારતની દિશામાં મોદી સરકાર સતત કામ કરી રહી છે. આ વચ્ચે દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટી ભેટ મળી છે. કાપડ મંત્રાલયે ગુરુવારે 7 મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એન્ડ અપેરલ (PM MITRA) પાર્કની સ્થાપના માટે એક નોટિફિકેશન જારી કરી છે. 2021-22ના કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાનો ઉદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણ અને ભારતને વૈશ્વિક કાપડના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરવાનો છે. પીએમએ ટ્વીટ કરીને આ 7 રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યૂપી, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકામાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવા જાહેરાત કરી હતી.

ગુજરાતમાં નવસારીના વાંસી–બોરસીમાં પાર્ક બનાવાશે

PM Modiએ કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાંસી – બોરસી ખાતે 1142 એકર જગ્યામાં PM MITRA મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે. જેમાં 51 ટકા સ્ટેક કેન્દ્ર સરકારનો હશે. આ પાર્કમાં અંદાજે 15 હજાર કરોડનું રોકાણ થવાની સંભાવના છે. જ્યારે 50 હજારથી વધારે લોકોને રોજગારી મળશે. આ પાર્કમાં ટેક્સટાઈલની વેલ્યુચેઈનના સ્પીનીંગ વેવીંગ, પ્રોસેસીંગ, ડાઈવ, પ્રિન્ટીંગ, ગારમેન્ટ મેન્યુ ફેકચરીંગના યુનિટો સ્થપાશે.

આ પણ વાંચો : સુરતમાં હજારો કાપડ ઉદ્યોગકારોની ભવ્ય તિરંગાયાત્રા, PM મોદીએ કર્યા વખાણ

આવું હોય છે ટેક્સટાઇલ પાર્ક

ભારત કાપડ ઉદ્યોગમાં વિશ્વનો છઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ટેક્સટાઇલ પાર્ક દ્વારા આ સેક્ટરમાં એક્સપોર્ટ રેન્કિંગ સુધારવાનો ઉદ્દેશ છે. કાપડ મંત્રાલયની એકીકૃત ટેક્સટાઇલ પાર્ક યોજના હેઠળ દેશમાં 59 ટેક્સટાઇલ પાર્કને મંજૂરી આપવામાં આવી છે. તેના હેઠળ એક જ જગ્યાએ ઘણી બધી ફેક્ટ્રી યુનિટને સ્થાપિત કરવામાં આવશે અને કાપડ ઉદ્યોગથી સંબંધિત તમામ માળખાકિય વસ્તુની સુવિધા જેમ કે ઉત્પાદન, માર્કેટ લિંકેજ ઉપલબ્ધ હોય છે.

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 : ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રુ. 8589 કરોડની જોગવાઇ

સુરતને પણ લાભ

PM MITRA પાર્કથી સુરતના જમીનના ભાવ ઉંચકાશે, ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ, હોટલ સહિતના વેપાર-ધંધામાં તેજી આવશે.
આ પાર્ક બનવાથી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને અસર થશે પરંતુ સાથે સાથે અન્ય સેક્ટરને પણ લાભ થશે, ખાસ કરીને નવસારીની આસપાસ અને સુરતના આભવા ગામની આસપાસ જમીનના ભાવમાં વધારો થશે અને નવુ ડેવલપમેન્ટ થશે, ટ્રાન્સપોર્ટેશન, એફએમસીજી, પેકેજિંગ, હોટલ ઈન્ડસ્ટ્રીના આડકતરી રીતે લાભ થશે.

આ પણ વાંચો : તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થશે ? કેમ શરૂ થઈ ચર્ચા 

15 હજાર કરોડનું રોકાણ, 50 હજારને રોજગાર

PM MITRA પાર્કમાં 50 હજારનું રોકાણ કરવામાં આવશે સાથે જ 50 હજાર લોકોને રોજગારી મળશે. ટેક્સટાઈલઆવ ક્ષેત્રે ફરી kranti આવી શકે છે. હાલમાં બેરોજગારીનો દોર ચાલી રહ્યો છે ત્યારે PM MITRA પાર્ક આવવાથી ઘણા લોકોને રોજગારી મળશે સાથે જ ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ, હોટલ સહિતના વેપાર-ધંધામાં તેજી આવશે.

Back to top button