ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદીએ વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ લોન્ચ કરતા ખેડૂતોને થયો મોટો લાભ

Text To Speech

PM મોદીએ આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઈવેન્ટનો ધ્યેય દેશભરમાંથી 13500થી વધુ ખેડૂતો અને લગભગ 1500 કૃષિ સ્ટાર્ટઅપને એકસાથે લાવવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ પણ લોન્ચ કરી હતી. જેમાં ભારત બ્રાન્ડની યુરિયા બેગ પણ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને સસ્તું અને સારું ખાતર મળશે.

આ પણ વાંચો: રાજકોટ-જૂનાગઢમાં PM મોદી આ રીતે રાજકીય સમીકરણો સેટ કરશે

600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે

વન નેશન વન ફર્ટિલાઇઝર યોજના હેઠળ ખેડૂતોને સસ્તા અને સારી ગુણવત્તાવાળું ખાતર ઉપલબ્ધ થશે. આ ખાતર ભારત બ્રાન્ડ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે હવે દેશમાં એક જ નામ, સમાન બ્રાન્ડ અને સમાન ગુણવત્તાવાળા ખાતર વેચવામાં આવશે. આ ખાતરના માર્કેટિંગમાં પણ મદદ કરશે. તથા દુકાનોને રિટેલમાં ફેરવવામાં આવશે. રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો દ્વારા ખેડૂતોની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં આવશે અને તેમની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.

આ પણ વાંચો: PM મોદીએ દિવાળી પહેલા ગુજરાતના લોકોને આપી મેડિકલની મોટી ભેટ

કેન્દ્રો પર માટી પરીક્ષણ પણ ઉપલબ્ધ થશે

આ કેન્દ્રો પર ખાતર, બિયારણ, ઓજારો અને સાધનોની સાથે માટી પરીક્ષણ વગેરે ઉપલબ્ધ થશે. આ માટે, દેશભરમાં 3.3 લાખથી વધુ ખાતરની દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ઉપરાંત, PMએ આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાતરની સ્થિતિ વિશે માહિતી આપવા માટે એક ઈ-મેગેઝિન પણ લોન્ચ કર્યું. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા આ મેગેઝીનનું નામ ઈન્ડિયન એજ છે.

Back to top button