અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હિરાબાની તબિયતમાં સુધાર જોવા મળતા PM દિલ્હી જવા રવાના, રાત્રી રોકાણ રદ્દ

માતા હીરા બાની તબિયત નાજુક હોવાના સમાચાર સામે આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અમદાવાદ આવવા નીકળી ગયા હતા. ત્યારે મળતી માહિતી મુજબ પીએમ અમદાવાદ એરપોર્ટ ખાતેથી સીધા જ યુએન મહેતા હોસ્પિટલ પહોચ્યાં હતા. ત્યારે છેલ્લા એક કલાકથી પીએમ માતાના સ્વાસ્થ્યને લઈને તબીબો સાથે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે અગાઉ માતાના સ્વાસ્થ્યને લઈને બપોરના 1 વાગે છેલ્લી અપડેટ મળી હતી જેમાં હિરાબાની તબિયતમાં સુધાર થઈ રહ્યો હોવાની જાણકારી હતી. ત્યારે હવે  પીએમ સાથેની ચર્ચા બાદ તબિયતને લઈને હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવી શકે છે.

 પીએમ મોદી દિલ્હી જવા રવાના 

મળતી માહિતી મુજબ હિરાબાને સવારના સમયે શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ ખાતે હિરાબાની તબિયતને લઈને અનેક રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયુ હતુ કે હિરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. અગાઉ પીએમ રાજભવનમાં રાત્રી રોકાણ કરવાના હોવાની માહિતી મળી હતી.

યુએન મહેતા હોસ્પિટલથી રવાના થયા પીએમ મોદી 

હિરાબાના હેલ્થને લઈને બુલેટિન જાહેર થાય તે પહેલા તબિબો દ્વારા હિરાબાની તબિયત સ્થિર હોવાની જાણકારી મળી છે. તેમજ યુએન મહેતા હોસ્પિટલથી પીએમ મોદી રવાના થયા છે. ત્યારે આ મુદ્દે પીએમ મોદીએ એક કલાકથી પણ વધુ સમય સુધી તબિબો સાથે ચર્ચા કરી હતી. હિરાબાની તબિયત સુધારા પર છે.

હીરાબાની તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા

મહેસાણાના હીરાબાની નાતંદુરસ્ત તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી. હીરાબાના દીર્ઘ આયુષ્ય ને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો.

ગુજરાતના પૂર્વ મુુખ્યમંત્રી વિજય રુપાણીએ હિરાબાના સ્વાસ્થ્યને લઈને ટ્વીટ કર્યુ

પીએમ મોદી પહોચ્યાં અમદાવાદ એરપોર્ટ

હીરાબાની તબિયત નાજુક થતા હીરા બાને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં જ ગુજરાત આવશેની માહિતી મળી હતી જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3:45 વાગ્યાને આસપાસ ગુજરાત પહોંચી ગયા હતા. પીએમ મોદી દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા રવાના થયા હતા. જોકે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા આપવામાં આવલી સતાવાર માહિતી મુજબ હીરાબાની તબિયત હાલ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

પીએમ મોદી -HUM DEKHENGE NEWS
પીએમ મોદી

આ પણ વાંચો: પીએમ મોદીના માતા હીરાબાની તબીયતને લઈને રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યું….

હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલિસ બંદોબસ્ત 

હીરાબેને આ વર્ષે 18 જૂને પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાના આશીર્વાદ લીધા હતા. જે બાદ આજે અચાનક તબીયત ખરાબ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બપોરે વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર અંતર જાણવા પહોચી ગયા છે. ત્યારે પીએમના આગમનને લઈને હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન અમદાવાદ આવતા હોવાથી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચો: હીરાબા અપડેટ: અમદાવાદ પહોંચશે PM મોદી, સીએમ સહિત આરોગ્યમંત્રી હોસ્પિટલમાં રહેશે હાજર

ગુજરાત સીએમ સહિત આરોગ્યમંત્રી પણ હોસ્પિટલમાં

હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.

Back to top button