અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

હીરાબા અપડેટ: અમદાવાદ પહોંચશે PM મોદી, સીએમ સહિત આરોગ્યમંત્રી હોસ્પિટલમાં રહેશે હાજર

Text To Speech

PM મોદીના માતા હીરાબાની તબિયત અમદાવાદની હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા. ત્યારે હિરાબાની તબિયત સુધારા પર હોવાની યુએન મહેતા દ્વારા સત્તાવાર જાહેરાત કરાય છે. ત્યારે હિરાબાના તબીયતને લઈને સમાચાર સામે આવતા પીએમ મોદી બપોરે 3 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી રહ્યા છે. તેમજ ગુજરાતમ સીએમ પણ પ્રવાસમાં હતા જેઓ પણ અમદાવાદ ખાતે આવવા રવાના થયા છે.

હિરાબાની તબિયતમાં સુધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની અચાનક તબિયત ખરાબ થઈ હતી ત્યારે કયા કારણે તબીયત લથડી હોવાની કોઈ માહિતી સામે આવી ન હતી. પણ હાલ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હિરાબાની તબીયત હાલ સુધારા પર છે.અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે માતાની તબીયત ખરાબ થતાના સમાચાર સાંભળતા જ પીએમ મોદી બપોરના સમયે અમદાવાદ ખાતે આવી રહ્યા છે.

PRESS
PRESS

આ પણ વાંચો: PM મોદીના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં કરાયા દાખલ

પીએમ મોદી થોડીવારમાં પહોચશે અમદાવાદ

હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ વડાપ્રધાન મોદી થોડીવારમાં જ અમદાવાદ પહોચી રહ્યા છે. ત્યારે આજે રાજભવન ખાતે રાત્રી રોકાણ પણ કરશે. ત્યારે અહીં હોસ્પિટલ ખાતે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સાથે ઋષિકેશ પટેલ અને ગુજરાત સીએમ હોસ્પિટલ જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ આજે કેબિનેટની બેઠક મળી હતી. જે બાદ સીએમ સહિત અનેક કેબિનેટના મંત્રીઓ હોસ્પિટલ પહોચવા રવાના થઈ રહ્યા છે.

Back to top button