ચૂંટણીના પ્રચાર માટે પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી માટે પ્રથમ તબક્કાના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે ત્યારે હવે ગુજરાતમાં પ્રચાર-પ્રસારની કામગીરી પણ શરુ થઈ ગઈ છે. ત્યારે હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે હવે પીએમ મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી 19 નવેમ્બરનાં રોજ બે દિવસના પ્રવાસે છે. ત્યારે આ પ્રવાસમાં તે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જન રેલી સંબોધશે.
વડાપ્રધાન મોદી 20મી નવેમ્બરે ગુજરાત આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે પ્રથમ તબક્કાની ફોર્મ ભરવાની કામગીરી પુરી થઈ ગઈ છે તેમજ બીજા તબક્કા માટે પણ 17મી તારીખે ફોર્મ ભરાશે. આ વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે આ પ્રવાસ દરમિયાન 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. ઉપરાંત વલસાડમાં જનસભા સંબોધશે. તેમજ 20મી નવેમ્બરના રોજ પીએમ મોદી સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધશે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: નવસારી જિલ્લામાં કોંગ્રેસ, ભાજપ કે આપ ? જુઓ શું છે રાજકીય સમીકરણ
રાહુલ ગાંધી પણ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે
તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે કોંગ્રેસ પણ સક્રિય બની છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર પ્રસારની કામગીરીમાં ટુક જ સમયમાં જોડાવવાના છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવશે. દેશભરમાં ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી આ રેલીમાંથી સમય કાઢીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે. ત્યારે રાહુલ ગાંધી 25થી 30 નવેમ્બર વચ્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન અલગ અલગ સ્થળે 6 ચૂંટણી સભાને પણ સંબોધશે. જે દરમિયાન સુરત અને સૌરાષ્ટ્રમાં રેલી યોજીને જનસભા સંબોધિત કરશે.