સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુરત ખાતે સમિટમાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલના શબ્દોને યાદ કરતાં કહ્યું કે, આજે ભારત પાસે ઘણું બધું છે. “આપણે ફક્ત આપણો આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતાની ભાવનાને મજબૂત કરવી પડશે. આ આત્મવિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે વિકાસમાં દરેકની ભાગીદારી હશે, દરેકનો પ્રયાસ સામેલ હશે.પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ પાટીદારોની પ્રસંશા કરવાની સાથે-સાથે સરકારનો વિરોધ કરનારા પાટીદારોને ટકોર કરતા કહ્યું કે, પાટીદારના છોકરાઓ મુરદાબાદ મુરદાબાદ કરીને અમારા વિરુદ્ધ ઝંડા લઈને વિરોધ કરવા નીકળી પડે છે. પરંતુ એમને ખબર પણ નહી હોય કે પહેલા વીજળી વગર કેવા દિવસો હતા.
સ્વપ્ન જુઓ અને સાહસિકતામાં ગર્વ લો
માત્ર જમીનો લેવી અને વેંચવી એ કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ શું આ જ કામ કરવાનું છે? જમીનો એ મોટી મોટી યોજનાઓ અને ફ્લેટ બનવવામાં આવે છે, પણ આજે હું તમને જુદા જ ક્ષેત્રમાં લઇ જવા માંગુ છું.પ્રધાનમંત્રીએ ગગજીભાઈને કહ્યું કે ભલે આપણે આ સમિટ દર 2 વર્ષે કરીએ, પણ મારુ આ સૂચન છે કે સમાજના 10 થી 15 ગ્રુપ બનાવો, જેમાં 25-30 ટાકા સમાજના અનુભવી વડીલો હોય, અને 40-50 ટકા યુવાનો હોય જેમને નવી દુનિયાની ખબર છે. આ યુવાનોને અલગ અલગ વિષયો વહેંચી દો, કે આ વિષયમાં ગુજરાત અને દેશમાં આગળ વધવા માટે શું શું જોઈએ. આવા નાના ગ્રુપ દ્વારા સરકારને પણ નીતિઓ બનાવવા ડોક્યુમેન્ટેશન આપો. બેન્કિંગ સેક્ટરની નીતિઓમાં ક્ષતિ અનેગ સરકારને જાણ કરો.પ્રધાનમંત્રી કહ્યું કે જો મારો સમય માંગશો તો દરેક ગ્રુપ સાથે ચર્ચા પણ કરીશ.દેશમાં એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને, સ્વપ્ન જુઓ અને સાહસિકતામાં ગર્વ લો.
દુનિયાનું પેટ ભરવાની તાકાત ગુજરાતમાં છે
તમે મારી દરેક અપેક્ષા પૂર્ણ કરી છે એટલે હું તમારી પાસે અપેક્ષા રાખુ છુ.સરકાર જે શિક્ષાને લઈ નવી નીતિ લાવી છે તે ઐતિહાસીક છે ગૌરવ લેવા જેવી બાબત છે તમે પણ નેશનલ પોલિસીની સ્ટડી કરી લાભ લેવા માટે નીતિ વિરધારણમાં શુ ફેરફાર કરી શકીએ તે વિચારવું જોઈએ. અહીં બેસેલા લોકો 99 ટકા ખેડૂતના દીકરાઓ છો. તમે કરોડો રૂપિયામાં ભલે રમો પણ આપણું મૂળ ખેતી છે. ગુજરાતની ખેતી આધુનિક બનાવવા માટે આગળ આવે દુનિયાનું પેટ ભરવાની તાકાત ગુજરાતમાં છે આ એક મોટું બિઝનેસ છે. જો ડેરી ઉદ્યોગ વિકસ્યું ન હોત તો આપણા ગામડા શું સ્થિતિ હોત. એવી તાકાત કૃષિને મળી શકવા છે. એગ્રો બેઝ કૃષિ હોય એ અપેક્ષા આપણી પાસે નહિ મુકું તો કોની પાસે મુકું?
નાના શહેરો અને નાના ગામડામાં કામ કરવાનું છે.
આયુર્વેદની માંગ વધી છે. આપણે દુનિયાના હોલિસ્ટિક હેલ્થકેરની જે ચર્ચા ચાલી છે, તેમાં આપણે યોગદાન આપી શકીએ છીએ. સુરતથી બહાર જઈને આ ક્ષેત્રમાં જઈ શકો છો. હવે નક્કી કરો કે મોટા શહેરોમાં કામ નથી કરવું. વીજળી મળતા જ હીરાઘસુઓ ગામડામાં હીરાની ઘંટી લઈ ગયા. નક્કી કરો કે ગુજરાતના મોટા શહેરો નહિ, પણ તેના પછીના શહેરોમાં કામ કરો. તેનાથી ઈન્વેસ્ટમેન્ટમાં બચત થશે. જમીન સસ્તી મળશે અને ગુજરાતના વિકાસનો દાયરો ફેલાશે. 25-30 એવા નાના શહેરો પકડો અને તેને ધમધમતા કરો. એ શહેરોની નજીક નવા શહેરો બની શકે છે. આ સમિટમાં આ દિશામાં વિચાર કરશો તો મારા મનમાં લાંબા ગાળની સ્કીમ બનાવતા એકેડેમિક વર્લ્ડ મારી સાથે આવશે. મને તમારા પર ભરોસો છે.
આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતાના જુસ્સાને મજબૂત કરો
દુનિયાના સૌથી તેજીથી વિકસિત થઈ રહેલા શહેરોમા એક શહેર સુરત છે. આજે સૌ સુરતમાં બેસીને નવો સંકલ્પ લઈ રહ્યાં છીએ. ગુજરાત પ્રતિ અને ભારત પ્રતિ આપણા સહિયારા પ્રતિબદ્ધતાનું પરિણામ છે.આપણે ફક્ત આપણુ દિમાગ તેના સદુપયોગ માટે લગાવવુ પડશે. આગામી 25 વર્ષમાં જ્યારે આપણે સંકલ્પ સાથે નીકળીએ. આજે ભારત પાસે ઘણુ છે, માત્ર આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા જુસ્સાને મજબૂત કરવાનો છે. વિકાસમાં સૌથી ભાગીદારી હશે તો જ આ આવશે. ગત 8 વર્ષમા દેશમાં બિઝનેસ, ઉદ્યમ, ક્રિએટિવિટીનો નવો વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કરાયો છે. દેશના યુવકો આંત્રપ્રિન્યોર બનાવનુ સપનુ જોવા લાગ્યા છે. મેક ઈન ઈન્ડિયાને નવા ભારતની નવી સંસ્કૃતિ બનાવવા કામ કરવામાં આવી રહ્યુ છે.