ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન મોદીએ ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટની ત્રીજી આવૃતિનું કર્યું ઉદ્દઘાટન

  • PM મોદી દ્વારા સમિટની ત્રીજી આવૃત્તિનું વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્દઘાટન
  • વડાપ્રધાને દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે રૂ. 4,539 કરોડના પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
  • નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે : PM

Global Maritime India Summit 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંગળવારે ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ (GMIS) 2023-ની ત્રીજી આવૃતિનું ઉદ્દઘાટન કર્યું છે. કાર્યક્રમને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ જણાવ્યું કે, “એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.” પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે રૂ. 4,539 કરોડના ટુના ટેકરા ઓલ-વેધર ડીપ-ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સમિટનું તારીખ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન મુંબઈના MMRDA ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટની ત્રીજી આવૃત્તિમાં શું કહ્યું ?

ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ (GMIS) 2023ની ત્રીજી આવૃત્તિમાં પીએમ મોદીએ કહ્યું, “આજનું ભારત આગામી 25 વર્ષમાં એક વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. અમે દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યા છીએ. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ભારતની દરિયાઈ ક્ષમતા મજબૂત હોય છે, ત્યારે દેશ અને વિશ્વને ફાયદો થાય છે. છેલ્લા 9-10 વર્ષથી આ ક્ષેત્રને મજબૂત કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ. એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે.

 

અહીં ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટના ઉદ્ઘાટન બાદ સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “કોરિડોર પર સર્વસંમતિ બનાવવા માટે ભારતે G-20 સમિટમાં આગેવાની લીધી હતી. બહુ ઓછા દેશોને વિકાસ, જનસંખ્યા, લોકશાહી અને માંગનો આશીર્વાદ મળ્યો છે, વૈશ્વિક રોકાણકારોને ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે”

કાર્યક્રમમાં રૂ. 18,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટની ત્રીજી આવૃત્તિમાં રૂ. 18,800 કરોડથી વધુના મૂલ્યના પોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે ગુજરાતમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે રૂ. 4,539 કરોડના ટુના ટેકરા ઓલ-વેધર ડીપ-ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને મદદ કરવા માટે વિકસાવવામાં આવી રહી છે.

 

આ પણ જાણો :ગુજરાતની ફરી મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો કાર્યક્રમ

Back to top button