ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

નેપાળના પીએમ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ આપ્યુ મહત્વપુર્ણ નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે (1 જૂન) નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. નેપાળના વડાપ્રધાન ભારતની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ પ્રવાસનો હેતુ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત કરવાનો છે.

‘ભારત-નેપાળના સબંધોને હિમાલયની ઉંચાઈ પર લઈ જઈશું’
પીએમ મોદીએ તેમના નેપાળના વડાપ્રધાનને મળ્યા બાદ કહ્યું, “ભારત અને નેપાળ બંન્ને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને હિમાલયની ઉંચાઈ પર લઈ જવાનો પૂરો પ્રયાસ કરશે અને સરહદના મુદ્દા સહિત તમામ બાબતોને આ જ ભાવનાથી ઉકેલશે. બોર્ડર આપણી વચ્ચે બૈરિયર નહીં બને. 9 વર્ષ પછી મને એ કહેતા આનંદ થાય છે કે અમારી ભાગીદારી સફળ રહી છે.”

‘પાર્ટનરશિપને સુપરહિટ બનાવીશુ’

વધુમાં PM મોદીએ કહ્યું, “આ પાર્ટનરશિપને સુપરહિટ બનાવવા માટે અમે ઘણા પગલાં લીધાં છે. મને યાદ છે કે 9 વર્ષ પહેલાં 2014માં, પદ સંભાળ્યાના ત્રણ મહિનાની અંદર, મેં નેપાળની મારી પ્રથમ મુલાકાત લીધી હતી. તે સમયે મેં ભારત-નેપાળ સંબંધો વિશે એક ‘હિટ’ ફોર્મ્યુલા આપ્યો હતો, જેમાં હાઇ-વે, આઇ-વે અને ટ્રાન્સ-વે હતા.

શું કહ્યું નેપાળના PMએ?

નેપાળના પીએમએ કહ્યું, “મેં પીએમ મોદીને નેપાળની મુલાકાત લેવાનું સૌહાર્દપૂર્ણ આમંત્રણ આપ્યું છે. હું નેપાળમાં તેમનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું. સાથે જ, હું પીએમ મોદીને દ્વિપક્ષીય સાથે સરહદી મુદ્દાઓ ઉકેલવા માટે આગ્રહ કરું છું”

‘ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે’

પ્રચંડે વધુમાં કહ્યું કે આ તેમની ચોથી ભારત મુલાકાત છે. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે. આજે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના પગલાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે સંયુક્ત રીતે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે.

ભારત-નેપાળ વચ્ચેની ટ્રેનને સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ સંયુક્ત રીતે રેલવેના કુર્થા-બિજલપુરા સેક્શનની ઈ-યોજનાનું અનાવરણ કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓએ બથનાહા થી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની ભારતીય રેલવેની કાર્ગો ટ્રેનને સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.

આ પણ વાંચો: ઉત્તર કોરિયાના સેટેલાઇટ લોન્ચની અમેરિકાએ કરી ટીકા, કિમ જોંગ ઉનની બહેને સાધ્યું નિશાન

Back to top button