નેશનલ

પીઢ નેતા અડવાણીના જન્મદિવસ પર વડપ્રધાન મોદી પહોંચ્યા તેમને મળવા, જુઓ ભાવુક ક્ષણ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 95મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીને તેમના 95માં જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. પીએમ મોદી અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી સાથે લૉનમા પહોંચ્યા અને મંત્રણા માટે બેસતા પહેલા અડવાણીને ગુલદસ્તો આપ્યો. પીએમ મોદી ઉપરાંત પાર્ટીના અન્ય નેતાઓએ પણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ભાજપના વિકાસના શિલ્પી ગણાતા અડવાણીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, “તેમણે (અડવાણી) તેમના અથાક પ્રયાસોથી દેશભરમાં પાર્ટી સંગઠનને મજબૂત બનાવ્યું હતું અને સરકારનો હિસ્સો રહીને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે”. અમિત શાહે તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અડવાણીને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા.

નોંધપાત્ર યોગદાન આપ્યું છે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અડવાણીએ દેશ, સમાજ અને પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેઓ દેશની દિગ્ગજ હસ્તીઓમાં ગણાય છે. લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 1927માં અવિભાજિત પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. તેઓ ખૂબ જ નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં જોડાયા અને બાદમાં જનસંઘ માટે કામ કર્યું. તેમણે પોતાની સંસ્થાકીય ક્ષમતાઓથી પોતાની આગવી ઓળખ ઉભી કરી.

અરવિંદ કેજરીવાલે પણ આપી શુભેચ્છા

“વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”

જીવન વિશેષ

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ અવિભાજીત ભારતના સિંધ પ્રાંતમાં થયો હતો. તેમના માતાનું નમ કૃષ્ણચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાનીદેવી હતું. અડવાણીએ તેમનો શાળાકીય અભ્યાસ પાકિસ્તાનના કરાચીમાં કર્યો હતો. બાદમાં તો સિંધની કોલેજમાં જોડાયા. જયારે દેશનું વિભાજન થયું ત્યારે પરિવાર મુંબઈ આવી ગયો. ત્યારબાદ અહી તેમને કાયદાનો અભ્યાસ કર્યો. 14 વર્ષની ઉંમરે સંઘમાં જોડાયા. 1951માં તેઓ શ્યામ પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત જનસંઘમાં જોડાયા હતા. 1977માં તેઓ જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ ભાજપના સ્થાપક સભ્ય છે. ભાજપ સાથે અડવાણીએ ભારતીય રાજકારણનો માર્ગ બદલ્યો અને ટે સાથે જ ભાજપને 1948માં ૧ બેઠકોની સફર શરુ થઈ જે 2014માં પૂર્ણ બહુમત સુધી પહોચી હતી.

આ પણ વાંચો :ગૃહપ્રધાનના નિવાસ સ્થાને ભાજપની મહત્વની બેઠક, ઉમેદવારોના નામ અંગે મનોમંથન

1990માં અડવાણીએ રામ મંદિરના નિર્માણના સમર્થનની સાથે 25 સપ્ટેમ્બર1990ના રજ સોમનાથ રથયાત્રા શરુ કરી હતી. આ સાથે જ અડવાણી હિન્દુત્વના હીરો બની ગયા. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેમજ 2002 થી 2014 સુધી દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચુક્યા છે.

Back to top button