ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદી રાજસ્થાન પહોંચ્યા, 5500 કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા હતા. છેલ્લા 7 મહિનામાં વડાપ્રધાન મોદીની રાજસ્થાનની આ પાંચમી મુલાકાત છે. પીએમ મોદી ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે રાજસમંદના નાથદ્વારા પહોંચ્યા, જ્યાં રાજ્યપાલ કલરાજ મિશ્રા અને સીએમ અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું હતું. નાથદ્વારાથી પીએમ મોદીનો કાફલો સ્થળ માટે રવાના થયો. આ દરમિયાન લોકોએ રસ્તામાં પીએમ મોદીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. PM અહીં 5,500 કરોડ રૂપિયાથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી નાથદ્વારા પહોંચ્યા બાદ શ્રીનાથજી પહોંચ્યા હતા. જણાવી દઈએ કે પીએમ મોદી નાથદ્વારામાં રેલ્વે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સંબંધિત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 12 મેએ ગાંધીનગરમાં ‘આવાસ ઉત્સવ’

નાથદ્વારામાં કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ મોદી આબુ રોડ જવા રવાના થશે. બપોરે એક વાગ્યે તેઓ માનપુરમાં જનસભાને સંબોધશે. તેઓ બપોરે 2 વાગ્યે આબુના બ્રહ્માકુમારી આશ્રમની પણ મુલાકાત લેશે. છેલ્લા 7 મહિનામાં વડાપ્રધાન મોદીની રાજસ્થાનની આ પાંચમી મુલાકાત છે. અગાઉ, તેમણે 30 સપ્ટેમ્બર 2022ના રોજ આબુ રોડ, 1 નવેમ્બરે બાંસવાડાના માનગઢ ધામ, 28 જાન્યુઆરી 2023ના રોજ ભીલવાડા અને 12 ફેબ્રુઆરીએ દૌસામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હવે તેઓ આજે ફરી રાજસ્થાનના પ્રવાસે છે.

Back to top button