ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા, આવતીકાલે શપથગ્રહણ સમારોહમાં લેશે ભાગ

Text To Speech

PM મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન આવતીકાલે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ સમારોહ છે. વડાપ્રધાનના આગમનથી કહી શકાય છે કે આજે રાતે નવા મંત્રીમંડળના ફાઇનલ લિસ્ટ પર મહોર લાગી શકે છે. આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી ગયા છે.

12 ડિસેમ્બરે શપથવિધિ યોજાશે

12 ડિસેમ્બરે ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાનાં છે. ભૂપેન્દ્ર સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જો કે, નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે અને કોને જાકારો આપવામાં આવશે હજી તેની પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે દિલ્હીમાં પણ વડાપ્રધાન મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના ધારાસભ્ય દળના સર્વાનુમતે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગોવા: પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, નવા એરપોર્ટનું નામ પૂર્વ સીએમ પર્રિકરનાં નામ પર હશે 

Back to top button