

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે નિહાળ્યા બાદ સીધા રાજભવન ખાતે પહોંચ્યા હતા. રાજભવન ખાતે થોડો સમય રોકાયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટિલ અને મહામંત્રી રત્નાકર પણ રાજભવન ખાતે પહોંચ્યા હતા અને બંધ બારણે મિટિંગ થઈ હતી.મિટિંગના થોડા સમય બાદ અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજભવન ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજુ હમણાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને દિલ્લી મળવા ગયા હતા અને હવે ત્યાર બાદ હાલ રાજભવન ખાતેની બંધ બારણે મિટિંગથી અનેક અટકળો શરૂ થઈ છે ત્યારે હવે બેઠક બાદ શું નિર્ણયો આવે છે તે જોવું રહ્યું.