ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી મુલાકાત, બંન્ને વડા વચ્ચે શું થઈ ચર્ચા?

Text To Speech
  • વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી મુલાકાત
  • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ ચર્ચા
  • યુક્રેન યુદ્ધ માનવતાનો મુદ્દો છે, રાજકીય નહીં: પીએમ મોદી
  • બંન્ને વડા વચ્ચે શું થઈ ચર્ચા? વાંચો આ અહેવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા માટે જાપાનના હિરોશિમામાં પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(20મે) જાપાનના હિરોશિમામાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી.

ગયા વર્ષે શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. સમગ્ર વિશ્વ પર તેની ઘણી અસરો પણ થઈ છે. હું તેને રાજકારણનો નહીં પણ માનવતાનો મામલો માનું છું. આને ઉકેલવા માટે, ભારત અને વ્યક્તિગત રીતે હું પોતે, અમારાથી જે પણ થઈ શકે તે ચોક્કસપણે અમે જે કરીશું.”

G7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ સાથે અનેક દેશના વડાઓને મળી રહ્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત પર બધાની નજર ટકેલી છે. વડાપ્રધાન મોદી ઝેલેન્સકીને મળ્યા એટલું જ નહીં, તેમની વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ થઈ.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી વચ્ચેની મુલાકાતની જે તસવીરો જાહેર કરવામાં આવી છે, તેમાં બંને નેતાઓ ઉષ્માભેર મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે. શનિવારે એટલે કે 20 મેના રોજ હિરોશિમામાં પીએમ મોદીનો પહેલો કાર્યક્રમ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીતનો હતો. આ વાતચીત પણ ઘણી રીતે મહત્વની રહી છે.

આ પણ વાંચો: ચીને કાશ્મીરને ‘વિવાદિત ક્ષેત્ર’ કહ્યું, G20 બેઠકમાં ભાગ લેવાનો કર્યો ઈન્કાર!

Back to top button