ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

વડાપ્રધાન મોદીએ સિડનીમાં કર્યુ સંબોધન, ઓસ્ટ્રેલિયાના PMએ મોદીને કહ્યા બોસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિડનીના કુડોસ બેંક એરેનામાં વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય પરંપરાગત પદ્ધતિઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ પીએમ મોદી સાથે રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે સિડની સમુદાયના કાર્યક્રમમાં ધ લિટલ ઇન્ડિયા ગેટવેનો શિલાન્યાસ પણ કર્યો હતો. સિડનીના કુડોસ બેંક એરેનામાં પીએમ મોદીના સ્વાગત માટે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિડનીમાં પીએમ મોદીના સન્માનમાં આયોજિત એક સામુદાયિક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે ‘છેલ્લી વખત જ્યારે મેં બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને આ મંચ પર જોયા હતા, પરંતુ તેમને વડાપ્રધન મોદીને જે આવકાર મળ્યો છે તેટલો આવકાર મળ્યો નહોતો. વડાપ્રધાન મોદી બોસ છે.’

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તેમની ભારત મુલાકાતને યાદ કરી

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે માર્ચમાં તેમની ભારતની મુલાકાતને યાદ કરતાં કહ્યું હતું કે ‘હું જ્યાં પણ ગયો હતો ત્યાં મને ઓસ્ટ્રેલિયા અને ભારતના લોકો વચ્ચે ગાઢ સંબંધનો અનુભવ થયો હતો.’ ત્યારબાદ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા રહેતા ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. 2014ની ઓસ્ટ્રેલિયાની મુલાકાતને યાદ કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘જ્યારે હું 2014માં અહીં આવ્યો હતો, ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે હવે તમારે ભારતના કોઈ પણ વડાપ્રધાનની મુલાકાત માટે ફરીથી 28 વર્ષ રાહ જોવી પડશે નહીં’.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક સંબંધો: PM મોદી

સિડનીમાં એક સામુદાયિક કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઝડપથી બદલાતા સંબંધોની ચર્ચા કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે એવું કહેવામાં આવતું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો માત્ર 3C (કોમનવેલ્થ, ક્રિકેટ, કરી) પુરતા જ સિમિત હતા. તે પછી એવું કહેવામાં આવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3D (લોકશાહી, ડાયસ્પોરા, મિત્રતા) પર આધારિત છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સંબંધ 3E (એનર્જી, ઇકોનોમી, એજ્યુકેશન) પર આધારિત છે. અલગ-અલગ સમયમાં સંભવિત આ બાબત સાચી પણ હોઈ શકે છે. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો વિસ્તાર આના કરતા ઘણો વધારે ને મોટો છે. આ સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને આદર છે.’

આ પણ વાંચો: UPSC સિવિલ સર્વિસનું પરિણામ જાહેર, ટોપમાં દીકરીઓ છવાઇ

Back to top button