સેકંડરી બજારમાં ધોવાણ છતાં પ્રાયમરી માર્કેટમાં સૌથી શ્રેષ્ઠ સમય


મુંબઇ, 4 માર્ચ: હાલમાં ભારતીય શેરબજારમાં કરેક્શન આગળ ધપી રહ્યુ છે અને વોલેટિલીટી છે ત્યારે પ્રાયમરી માર્કેટ માટે કેલેન્ડર વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે, તે આ વાત પરથી પ્રતીત થાય છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભંડોળ ઊભુ કરવાનો આંક ઓલ ટાઇમ હાઇ મથાળે છે. 2025ના પ્રથમ બે મહિનામાં નવ મેઇનબોર્ડ કંપનીઓએ તેમની આઇપીઓ રજૂ કરી હતી, જેમણે સામૂહિક રીતે રૂ. 15,723 કરોડ ઊભા કર્યા હતા. જ્યારે 40 એસએમઇએ સૌપ્રથમ ઓફર રજૂ કરી હતી અને રૂ. 1804 કરોડ ઊભા કર્યા હતા.
તેની તુલનામાં, 2024ના પ્રથમ બે મહિનામાં 16 મેઈનબોર્ડ આઈપીઓ આવ્યા હતા, જેમાં લગભગ 10,763 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે 34 એસએમઈ આઈપીઓ દ્વારા 1,140 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. 2023 માં, પ્રથમ બે મહિનામાં કોઈ મેઈનબોર્ડ આઈપીઓ નહોતા, જ્યારે 21 એસએમઈ દ્વારા લગભગ 340 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.
નિષ્ણાતો આ રેકોર્ડ ભંડોળ એકત્ર કરવા માટે વિદેશી રોકાણકારોની ભાગીદારીને જવાબદાર ગણાવે છે, બજારમાં વધતી અસ્થિરતા અને સુધારા છતાં. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) પ્રાથમિક બજારમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા હતા, ફેબ્રુઆરીમાં લગભગ 825 મિલિયન ડોલર અને જાન્યુઆરીમાં 449 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. જોકે, NSDLના ડેટા મુજબ, સેકન્ડરી માર્કેટમાં, FII સતત શેર વેચી રહ્યા છે, ફેબ્રુઆરીમાં લગભગ 4 અબજ ડોલરનું અને જાન્યુઆરીમાં 9 અબજ ડોલરથી વધુની વેચવાલી કરી હતી.
એનાલિસ્ટો નોંધે છે કે હેક્સાવેર ટેક અને ડૉ. અગ્રવાલના હેલ્થ કેર જેવા IPOને કારણે કેલેન્ડર વર્ષના શરૂઆતના દિવસોમાં પ્રાથમિક બજારમાં મજબૂત ગતિ જોવા મળી હતી. આ પછી સેકંડરી માર્કેટમાં વેચવાલીનું દબાણ યથાવત રહ્યુ હોવા છતાં 2024માં મજબૂત IPO સાથે વર્ષ 2024માં સમાપ્ત થયુ હતુ.
સેકંડરી માર્કેટ સતત વેચવાલી હોવા છતાં એફઆઇઆઇએ આઇપીઓમાં રસ દર્શાવ્યો હતો, જોકે નાના રોકાણકારોની ભાગીદારી ઓછી હતી. આગળ જોતા જણાય છે કે આઇપીઓ લોન્ચીઝ અને તાજી આઇપીઓ ફાઇલીંગમાં વૈશ્વિક વેચવાલીને કારણે સુધારાના સંકેતો નહી દેખાય તો ઘટાડો આવી શકે છે.
આ પણ વાંચોઃ કોઈને મિયાં કે પાકિસ્તાની કહેવું એ અપરાધ નથીઃ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો