ગુજરાતટ્રેન્ડિંગસ્પોર્ટસ

ડિસાનું ગૌરવ: ડૉ. વિનય પઢીયાર અને પંકજ માધવાણીએ બેડમિન્ટન ડબલ્સમાં જીત્યો સિલ્વર  મેડલ

Text To Speech

ડિસા, બનાસકાંઠા 25 મે 2024 : આઈ સર્જન ડૉ. વિનય પઢીયાર અને એમના સાથી ખેલાડી પંકજ માધવાણીએ ડિસાને ગૌરવ અપાવ્યું છે. આ જોડીએ ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ જીતી લીધો છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશિતાથી ‘ખેલ મહાકુંભ’ નો વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની સંસ્કૃતિમાં રમત-ગમતનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. કેટલીક લોકપ્રિય રમતો ક્રિકેટ, ખો-ખો, બેડમિન્ટન, ફૂટબોલ, કબડ્ડી અને ટેબલ ટેનિસ છે. આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ રમતગમતની પ્રવૃત્તિઓની અધ્યક્ષતા અને દેખરેખ રાખે છે. જેમાં ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે સત્તામંડળ દ્વારા ઘણી સફળ અને લોકપ્રિય પહેલો હાથ ધરવામાં આવી છે, ‘ખેલ મહાકુંભ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ડીસાના આઈ સર્જન ડૉ. વિનય પઢીયાર અને એમના સાથી ખેલાડી પંકજ માધવાણીએ જીત્યો સિલ્વર  મેડલ

ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા વડોદરા ખાતે યોજાઈ હતી. આ ‘ખેલ મહાકુંભ’ માં ડીસાના આઈ સર્જન ડૉ. વિનય પઢીયાર અને એમના સાથી ખેલાડી પંકજ માધવાણી રાજ્યકક્ષાની બેડમિન્ટનની ટુર્નામેન્ટમાં એ ગુજરાત રાજ્યની સૌથી Highest Level ની બેડમિન્ટન Tournament ખેલ મહાકુંભ 2024 જે વડોદરામાંયોજાઈ હતી. તેમા સમગ્ર રાજ્યમાં બેડમિન્ટન Doublesમાં બીજા નંબરે આવી Silver Medal મેળવ્યો હતો.

 

રાજ્યના સરહદી વિસ્તારના બનાસકાંઠા જિલ્લાનું રાજ્યકક્ષાએ નામ રોશન કરતા જિલ્લાના તબિબિ આલમમાં, મિત્રો અને પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

બનાસકાંઠા એવો જિલ્લો જ્યાં રમત-ગમત માટે કોઈ વિશેષ સુવિધાઓ નથી ત્યાંથી રમીને ગાંધીનગર, રાજકોટ અને જામનગર જેવી ટીમો પાસે જ્યાં સારૂ ઈન્ફાસ્ટ્રચર છે અને સારા મેદાન અને સારા કોચ હોય છે ત્યાંના ખેલાડીઓને હરાવીને તેમની સામેની સ્પર્ધામાં જીતી લીધી છે અને એ દ્વારા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો : ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના કોચ બનવું છે પણ એક શરત છે!

Back to top button