અમદાવાદનું ગૌરવઃ રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં કોચ હાર્દિક પટેલના વિદ્યાર્થી ઝળક્યા
અમદાવાદ, 13 સપ્ટેમ્બર, 2024: મહારાષ્ટ્રના પૂણે ખાતે આજે શુક્રવારે સમાપ્ત થયેલી રાષ્ટ્રીય સ્તરની ISSO નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં શહેરના 11 વિદ્યાર્થી ઝળક્યા છે. શહેરના આ 11 વિદ્યાર્થી સાત ગોલ્ડ મેડલ સહિત કુલ 33 મેડલ જીતી ગયા છે. અંડર-14થી અંડર-19 વય જૂથમાં છોકરા અને છોકરીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી કુલ 1200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન પૂણેના શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે અંડર-14થી અંડર-19 યોજાયેલી ટુર્નામેન્ટમાં અમદાવાદના આ વિદ્યાર્થીઓએ મહત્તમ મેડલ જીતી લાવીને શહેરને ગૌરવ અપાવ્યું છે. ટુર્નામેન્ટ જીતેલા આ વિદ્યાર્થીઓ શહેરની અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ, અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ તથા કેલોરેક્ષ ઈન્ટરનેશનલ સ્કૂલ, રિવર સાઈડ, આનંદ નિકેતનના વિદ્યાર્થીઓ છે.
નોંધપાત્ર છે કે, ટુર્નામેન્ટમાં જીતીને આવેલા આ તમામ તેજસ્વી સ્વિમિંગ ચેમ્પિયન વિદ્યાર્થીઓ શહેરની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ ખાતે કોચ હાર્દિક પટેલ પાસે તાલીમ પામેલા છે.
પૂણે ખાતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં વિજેતા બનેલા 11 તારલાઃ
અરહાન હર્ષ – ત્રણ ગોલ્ડ મેડલ (બેસ્ટ સ્વિમર અવોર્ડ) (કેલોરેક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલ)
જહાન પટેલ – ત્રણ ગોલ્ડ મેડલ (બેસ્ટ સ્વિમર અવોર્ડ) (કેલોરેક્સ ઓલિવ ઈન્ટરનેશનલ સ્કૂલ)
નિવાન અમીન – એક ગોલ્ડ, ત્રણ સિલ્વર, એક બ્રોન્ઝ (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
અંશ પટેલ – એક સિલ્વર, બે બ્રોન્ઝ (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
વીવા શાહ – ત્રણ સિલ્વર, એક બ્રોન્ઝ (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
આરૂષી શાહ – બે સિલ્વર, એક બ્રોન્ઝ (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
ધ્યાન પઢિયાર – એક સિલ્વર, એક બ્રોન્ઝ (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
અયાના પટેલ – બે સિલ્વર (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
અનંતા પટેલ – એક સિલ્વર, એક બ્રોન્ઝ (અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ)
આર્ય અમીન – ત્રણ બ્રોન્ઝ (અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલ)
દેવ પટેલ – એક સિલ્વર, એક બ્રોન્ઝ (અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ)
View this post on Instagram
આ પણ વાંચોઃ રાજ્યમાં ખેતીની જમીન વેચાણ બાબતે સરકાર દ્વારા લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણયઃ જાણો વિગતો