ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવામાં ઘઉં, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

  • મોંઘવારીનો ચારેબાજુ માર હવે સામાન્ય માણસની કફોડી બની
  • રિટેઈલમાં કઠોળના ભાવોમાં કિલોએ રૂ.40 સુધીનો વધારો થયો
  • કઠોળ, લીલાં શાકભાજી, ઘંઉના લોટ સહિતના ભાવ આસમાને

અમદાવામાં ઘઉં, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ વધ્યા છે. તેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. શહેરમાં કઠોળ અને લીલા શાકભાજી, ઘઉંના લોટના ભાવ આસમાને પહોંચ્યા છે. તથા ચણાના લોટના ભાવો ઘટયા છતાં ફાફડા, પાપડી ગાંઠિયાનો ભાવ રૂ.500 છે. કઠોળમાં કિલોએ રૂ.40 સુધીનો, જ્યારે ઘઉંના લોટમાં ફરી રૂ.2નો વધારો થયો છે. ઘઉનાં લોટના ભાવ વધતા રોટલી મોંઘી થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCનો પ્રિ- મોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયો, વિકાસના દાવા પોકળ

રિટેઈલમાં કઠોળના ભાવોમાં કિલોએ રૂ.40 સુધીનો વધારો થયો

મોંઘવારી કાળમાં કઠોળ, લીલાં શાકભાજી, ઘંઉના લોટ સહિતના ભાવ આસમાને પહોંચી ગયા છે. રિટેઈલમાં કઠોળના ભાવોમાં કિલોએ રૂ.40 સુધીનો વધારો થયો છે. જયારે લીલાશાકભાજીના ભાવો આસમાને પહોંચી જતા ગૃહિણીઓએ કઠોળ ખાવવાનું ચાલુ કર્યુ હતુ. તેવામાં કઠોળના ભાવોમાં પ્રતિ કિલોએ રૂ.40 સુધીનો વધારો થઈ ગયો છે. જેના લીધે ગુજરાતી ભાણામાંથી હવે કઠોળ ખાવાનું ગાયબ થઈ ગયું છે. ઘઉનો લોટના ભાવોમાં કિલોએ ફરી એકવાર રૂ.2 નો વધારો થતા મોટી હોટલોમાં રોટલીની ભાવોમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: 9 વર્ષમાં જૂન માસમાં રેકોર્ડ બ્રેક મેઘમહેર, આ શહેરમાં ભારે વરસાદની આગાહી

સ્ટ્રીટ ફુડમાં રોટલી અથવા પુરીમાં કાપમાં મુકવામાં આવ્યો

જયારે સ્ટ્રીટ ફુડમાં રોટલી અથવા પુરીમાં કાપમાં મુકવામાં આવ્યો છે. એટલે કે, પહેલા ચાર રોટલી અથવા પાંચ પુરી નાની કરી દેવામાં આવી છે. જયારે છુટક ખાંડ મોટો દાણો રૂ.44 કિલો અને કંપનીની ખાંડ રૂ.55 થી 60 કિલો કરી દેવામાં આવી છે. ચાની કીટલીમાં પણ ચાના અડધો અને આખા કપમાં બે થી ચાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ટામેટા રૂ.90 થી 130 કિલો વેચાઈ રહ્યા છે. જયારે કોથમીર રૂ.160 થી 180 કિલો અને આદુ રૂ.220 થી 250 કિલો છુટકમાં વેચાણ થઈ રહ્યા છે. ગૌરી વ્રત ચાલુ હોય ફુટના ભાવોમાં પણ વધારો થઈ ગયો છે.

મોંઘવારીનો ચારેબાજુ માર હવે સામાન્ય માણસની કફોડી બની

મોંઘવારીનો ચારેબાજુ માર હવે સામાન્ય માણસની કફોડી બની રહી છે. ટામેટાં અને કોથમીર સામાન્ય લોકોની પહોંચથી દૂર થવા લાગ્યા છે. ઘઉના ભાવોમાં વધારો થતા તેની સીધી અસર દરરોજ ખાવા ઉપર પડી છે. સામાન્ય દિવસોમાં ઘઉનો લોટ રૂ.28 થી 30 કિલો મળતો હતો તે હાલમાં રૂ.42 કિલો મળી રહ્યો છે. જેના લીધે રોટલી મોટી હોટલોમાં રોટલીના ભાવોમાં વધારો કરી દીધો છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ રોટલી તથા પુરીના ભાવોમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

Back to top button