ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ટામેટા સહિત લીલા શાકભાજી સાથે આ વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી

Text To Speech
  • તુવેરની દાળ, ગુજરાત ચોખા, રાગી સહિતના ભાવો ભડકે બળી રહ્યા છે
  • ટામેટા રૂ.20 કિલો મળતા હતા તે અત્યારે રૂ.160 કિલો થયા છે
  • કિટલીએ હવે સ્પેશિયલ ચાના આખા કપનો ભાવ રૂ.30 થયો

ગુજરાતમાં ટામેટા સહિત લીલા શાકભાજી સાથે કેટલીક વસ્તુઓની કિંમતો પણ આસમાને પહોંચી છે. ટામેટા બાદ લીલા શાકભાજી, કઠોળની કિંમતો વધતા ગૃહિણીઓના બજેટમાં વધારો થયો છે. તેમજ રેસ્ટોરેન્ટમાં ટામેટા, આદું અને લીલા મરચા તિજોરીમાં મૂકવાની પ્રથા શરૂ થઈ છે તેવી લોક મુખે ચર્ચા થઇ છે. શહેરમાં ચાની કિટલીવાળાઓએ કટિંગ ચામાં આદું નાખવાનું હાલ બંધ કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘો 

તુવેરની દાળ, ગુજરાત ચોખા, રાગી સહિતના ભાવો ભડકે બળી રહ્યા છે

મોંઘવારી કાળમાં કઠોળ, લીલાં શાકભાજી સહિતના ભાવ આસમાને પહોંચી ગયા છે. રિટેઈલમાં લાલ ચોળા, તુવેરની દાળ, ગુજરાત ચોખા, રાગી સહિતના ભાવો ભડકે બળી રહ્યા છે. જયારે લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. બજારમાં ટામેટા, કોથમીર, લીલા મરચા, ફુલાવર, બટાકા, ડુંગળીના ભાવો વધી ગયા છે. જેના લીધે ખાવાની ડીશમાં ટેસ્ટ માટે વાપરવામાં આવતા ટામેટા, કોથમીર, આદુ અને લીલા મરચા નાંખવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે.

ટામેટા રૂ.20 કિલો મળતા હતા તે અત્યારે રૂ.160 કિલો મળી રહ્યા છે

બીજી તરફ કેટલીક હોટલોમાં તો ટામેટા અને લીલા મરચા તીજોરીમાં મુકવાનો વારો આવ્યો છે. જયારે બજારમાં મળતી ચાના કપમાં આદુ નાખવાનું કીટલીવાળાએ બંધ કરી દીધુ છે. આદુવાળી ચા પીવી હોય તો સ્પેશિયલ ચા ગણીને તે રૂ.30નો આખો કપ આપી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ લાલ ચોળા પહેલા સામાન્ય દિવસોમાં હોલસેલમાં રૂ.60 કિલો મળતા હતા તે અત્યારે હોલસેલમાં રૂ.100 અને રિટેઈલમાં રૂ.180 કિલો મળી રહ્યા છે. બાજરી હોલસેલમાં રૂ.26 અને રિટેઈલમાં કિલો રૂ.40 મળી રહી છે. ફુલાવર રૂ.10 કિલો મળતુ હતુ તે અત્યારે રૂ.100 કિલો મળી રહ્યુ છે. ટામેટા રૂ.20 કિલો મળતા હતા તે અત્યારે રૂ.160 કિલો મળી રહ્યા છે.

Back to top button