ટોપ ન્યૂઝનેશનલહેલ્થ

દેશમાં પેરાસિટામોલ સહિત 84 દવાઓનાં ભાવ કરાયા નક્કી

Text To Speech

દેશમાં સતત મોંઘવારી વધી રહી છે. દરેક વસ્તુના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. તેની વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે.

 ભારતમાં 84 દવાઓના ભાવ કરાયા નક્કી

સરકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈપરટેન્શન જેવા રોગોમાં વપરાતી 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આ સાથે, NPPA એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડવા માટે ફોર્મ્યુલેશનની કિંમતો પણ નક્કી કરી છે. NPPA અનુસાર, આ દવાઓની કિંમત 2013માં જાહેર કરાયેલ પ્રાઇસ કંટ્રોલ નોટિફિકેશન હેઠળ નક્કી કરવામાં આવી છે.

પેરાસીટામોલની કિંમત નિશ્ચિત

પેરાસિટામોલ અને કેફીનની એક ટેબ્લેટની કિંમત 2.88 રૂપિયા નક્કી કરવામાં આવી છે.વોગ્લિબોઝ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડની એક ટેબ્લેટની કિંમત 10.47 રૂપિયા હશે. જો કે તેમાં GSTનો સમાવેશ થતો નથી. આ સિવાય Rosuvastatin Aspirin અને Clopidogrel Capsuleની કિંમત 13.91 રૂપિયા નક્કી કરવામાં આવી છે. NPPAએ 30 સપ્ટેમ્બર સુધી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન ઇન્હેલેશનની મહત્તમ કિંમતમાં વધારો કર્યો છે.

નિયમોના ભંગ બદલ વસૂલાત થશે

NPPA દવાઓની કિંમત નક્કી કરી છે. જો બજારમાં નિયત કિંમત કરતાં વધુ કિંમતે દવા મળે તો કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો માર્કેટિંગ કંપનીએ દવાની વધુ કિંમત વસૂલ કરી હોય તો વધારાનો ખર્ચ વ્યાજ સાથે વસૂલવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે

Back to top button