ગુજરાત

જમીન મકાન માટે થતી પ્રીવેલ્યુએસનની પ્રક્રિયા હવેથી ઓનાલાઈન

Text To Speech

ગુજરાતમાં જમીન મકાનની બજાર કિંમત નક્કી કરવા માટે થતી પ્રીવેલ્યુસનની પ્રક્રિયા ઓફલાઇન હોવાથી જનતાને અવારનવાર કચેરીઓના ધક્કા ખાવા પડતાં હોય છે. ત્યારે સરકાર દ્વારા સામાન્ય નાગરિકની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે.

આ પણ વાંચો : ગુજરાત પ્રવાસન વિભાગે મહોત્સવો પાછળ આટલા કરોડનો કર્યો ધુમાડો

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં જમીન મકાનની બજાર કિંમત નક્કી કરવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનાલાઈન કરી દેવામાં આવી છે અને તેનો અમલ આવતીકાલથી જ શરૂ કરી દેવામાં આવશે. જેનાથી નાગરિકો હવે ઓનલાઈન ઘરે બેઠા જમીન કે મકાનની બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા ઓનલાઈન કરી શકશે.

જમીન મકાન - Humdekhengenews

આ પણ વાંચો : શાકભાજી અને ખાદ્યતેલ બાદ ફરી એકવાર લીંબુના ભાવમાં તોતિંગ વધારો

અરજદાર iRCMS ના અધિકૃત પોર્ટલ ircms.gujarat.gov.in પર જઈને લૉગિન આઈડી ક્રિએટ કરીને ઓનલાઈન અરજી કરી શકશે. જેનો 10 દિવસની અંદર કચેરી દ્વારા નિકાલ કરી આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આવતીકાલથી એટલે કે 15 માર્ચથી આ પોર્ટલ જાહેર જનતા માટે શરૂ કરવામાં આવશે. સરકારના આ નિર્ણય થી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ હળવી બંન્ને છે. આ નિર્ણયને લઈને સામાન્ય નાગરિકોને કચેરીઓની ધક્કા ખાવા નહી પડે.

Back to top button