ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રપતિની ચૂંટણી: મમતા બેનર્જીની સભામાં ઉદ્ધવ ઠાકરે નહીં હાજર

Text To Speech

રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી મહીને યોજાવાની છે તેને લઈને તમામ રાજકીય પક્ષોમાં વિવાદ ઉગ્ર બન્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. પરંતુ શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં ભાગ લેશે નહીં. શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે માહિતી આપી હતી. રાઉતના જણાવ્યા અનુસાર ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યામાં હશે. સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હીમાં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. તેથી અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે.

યેચુરી પણ મમતા વિરુદ્ધ!
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ  જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સંયુક્ત વિપક્ષને એકત્ર કરવાનો “એકપક્ષીય” પ્રયાસ માત્ર નુકસાન કરશે. તેઓએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન સહિત વિપક્ષી પક્ષોના વરિષ્ઠ નેતાઓની 15 જૂને યોજાનારી બેઠક પહેલેથી જ નક્કી કરવામાં આવી છે.

મમતાનો પત્ર
મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી સહિત 22 વિપક્ષી નેતાઓને પત્ર મોકલ્યો છે. બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા માનનીય અધ્યક્ષ મમતા બેનર્જીએ તમામ પ્રગતિશીલ વિપક્ષી દળોને રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોન્સ્ટિટ્યુશન ક્લબ, નવી દિલ્હીમાં 15 જૂનના રોજ બપોરે 3 વાગ્યે એક બેઠક યોજવા અને ભવિષ્યના પગલાં પર ચર્ચા કરવા માટે આહ્વાન કર્યું હતું.

આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ વિભાજનકારી શક્તિઓ સામે મજબૂત અને અસરકારક વિપક્ષની પહેલ સાથે સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે મુખ્ય પ્રધાનો અને વિરોધ પક્ષોના નેતાઓનો સંપર્ક કર્યો છે.

Back to top button