ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુપીની મહત્વની ભૂમિકા, જાણો ધારાસભ્યના વોટની કિંમત

Text To Speech

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે હાલમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પંચે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જેની સાથે નોમિનેશન રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અપનાવવામાં આવેલી પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ અનુસાર દરેક મતનું પોતાનું મૂલ્ય હોય છે. સાંસદો અને ધારાસભ્યોના મતોનું વજન અલગ-અલગ હોય છે. સાંસદોના મતનું મૂલ્ય એ જ રહે છે. પરંતુ ધારાસભ્યોના મતનું મૂલ્ય જે તે રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે.

યુપી દેશને સૌથી વધુ સાંસદો આપનાર રાજ્ય હોવાથી અહીં સાંસદોની ભૂમિકા પણ મહત્વની છે. યુપીમાંથી 80 સાંસદો છે અને આ વખતે એક સાંસદના વોટનું વેઇટેજ 700 છે જે છેલ્લી વખતે તે 708 હતો. આ રીતે યુપીના સાંસદોના કુલ વોટ વેલ્યુ 56,000 છે. આ સિવાય દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પણ યુપી છે. જ્યાં ધારાસભ્યોની સંખ્યા પણ સૌથી વધુ છે. તેથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુપીના ધારાસભ્યોના વોટનું વજન સૌથી વધુ હોય છે. જ્યારે અન્ય રાજ્યોની સાથે સરખીમણી કરીએ તો યુપીના ધારાસભ્યોના વોટ વેલ્યુ સૌથી વધુ છે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે. યુપી વિધાનસભામાં કુલ 403 સભ્યો છે. આ સંદર્ભમાં યુપીના કુલ ધારાસભ્યોના મતનું મૂલ્ય 83,824 હતું, જે સૌથી વધુ છે.

આ રીતે નક્કી થાય છે ધારાસભ્યોના મતનું મૂલ્ય
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યોના મતનું મૂલ્ય નક્કી કરવા માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. આ અંતર્ગત તે રાજ્યની કુલ વસ્તીમાં વિધાનસભા સીટોનો હિસ્સો આપવામાં આવે છે. પછી જે સંખ્યા આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. આ પરિણામ તે રાજ્યના સભ્યના મતનું મૂલ્ય ગણાય છે. દા.ત. જો યુપીની વસ્તી 24 કરોડ છે, તો તેને 403 વડે ભાગવામાં આવશે. પછી જે સંખ્યા આવશે તેને 1000 વડે ભાગવામાં આવશે. હવે જે સંખ્યા આવશે તેના આધરે કુલ વિધાનસભા બેઠકોથી ગુણાકાર કરવામાં આવે તો તે રાજ્યના કુલ મતોનું મૂલ્ય નક્કી થશે.

Back to top button