રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જેલેન્સકી આ મુશ્કેલ ક્ષણોમાં તેમના દેશના લોકો સાથે ઉભા હતા. આ માટે તેમણે પોતાના દેશના લોકોની વાહ-વાહી પણ મેળવી હતી. પરંતુ ઝેલેન્સકીના તાજેતરના પગલાથી તેમના માટે ટીકા થઈ છે.
Country is going through a war.
Zelenskyy- Maybe a Vogue photoshoot with wife could help. pic.twitter.com/pkhHl0CJzf— Mahima Pandey (@LegalPandey) July 27, 2022
હાલમાં પણ યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. 5 મહિનાના યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. આ યુદ્ધ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીની બહાદુરીની દાદ માત્ર યુક્રેનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઇ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર લોકો તેમની આકરી ટીકા કરી રહ્યા છે. જાણો શઆ માટે ઝેલેન્સકીના આ પગલા માટે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક હેરાન છે.
Zelenskyy still has time to pose for Vogue? Lol https://t.co/fxXgYhTgwh
— Lerumo la Afrika ✊ (@TshepiiiiM) July 27, 2022
હકીકતમાં, જેલેન્સકીએ પ્રખ્યાત ફેશન મેગેઝિન વોગ માટે યુદ્ધની તબાહીની તસવીરો વચ્ચે પોઝ આપ્યો છે. આ તસવીરોમાં રાષ્ટ્રપતિ જેલેન્સકી યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા સાથે જોવા મળી રહ્યાં છે. આ તસવીરો વોગ મેગેઝીનની ઓનલાઈન એડિશન માટે લેવામાં આવી છે.
The mainstream has become so entrenched in lies and propaganda that they’ve lost sight of reality completely. Now we have Zelenskyy posing for Vogue. https://t.co/z1qIgv0ku6
— Red (@redecember_) July 26, 2022
આ તસવીરોમાં ઝેલેન્સકી તેની પત્ની ઓલેના ઝેલેન્સ્કા સાથે અલગ-અલગ પોઝમાં જોવા મળે છે. ઝેલેન્સ્કા ફોટોમાં યુક્રેનિયન સૈનિકો સાથે જોવા મળે છે. સાથે જ આ તસવીરો ઓલેના ઝેલેન્સકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ઓલેનાએ લખ્યું કે વોગ મેગેઝિનના કવર પર આવવું એ ઘણા લોકોનું સપનું છે અને તે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય છે. તેમણે કહ્યું છે કે તે યુક્રેનની દરેક મહિલાને અહીં જોવા માંગે છે, જેઓ હાલમાં શરણાર્થી શિબિરોમાં યુદ્ધની પીડા સહન કરી રહ્યી છે. તેણે આ મેગેઝીનના કવર પર આવવાનો અધિકાર છે, જો કે માત્ર તેઓ માટે જ આ શક્ય બન્યું છે. હવે નેટિજન્સ તેમની નિંદા કરી રહ્યાં છે.