યુએનમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી ઉજવાઈ, પ્રમુખ સ્વામી મહારાજના જીવન આધારિત સંદેશ અપાયા
સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન ફક્ત ભારતમાં જ નહી પરંતુ દેશ વિદેશમાં પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી UNમાં પણ ઉજવામાં આવી હતી.
પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી UNમાં ઉજવાઈ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણીનું આયોજન દેશ વિદેશમાં પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમેરિકાના ન્યુયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે ‘પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી’અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું સંયુક્ત રીતે આયોજન કરાયું હતું.
BAPSના સંત આનંદ સ્વરૂપે વર્ચ્યુઅલી સંબોધન કર્યું
UNમાં આયોજિત આ કાર્યક્રમમાં ‘ધ વર્લ્ડ ઈઝ વન ફેમિલી’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોઝ, અન્ય દેશોના રાજદુતો, પ્રતિનિધિઓ અને BAPSના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમારોહમાં ગાંધીનગર સ્થિત BAPSના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું
સ્વામીજીના જીવન પર આધારિત સંદેશો પહોંચાડાયો
15 ડીસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી BAPSસ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય ધર્મ સંસ્કૃતિ અને સનાતન ધર્મને સમગ્ર સંસારમાં દૈદિપ્યમાન કરનાર પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પર UN દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રમાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીના જીવન પર આધારિત સંદેશો પહોંચાડાયો આવ્યો હતો
પ્રમુખ સ્વામી મહારાજે કરેલા ભાષણનો વીડિયો બતાવાયો
આ ઉજવણી પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સહસ્ત્રાબ્દી શિખર સંમેલનમાં પ્રમુખ સ્વામી મહારાજે 29 ઓગસ્ટ-2000ના રોજ કરેલા ભાષણનો એક વીડિયો પણ બતાવાયો હતો, જેમાં તેમણે વિશ્વભરના આધ્યાત્મિક વડાઓને અપીલ કરી હતી કે, તેઓ સમૃદ્ધ વિવિધતાને જાળવવા માટે એક-બીજા સાથે સાર્થક સંવાદ કરે.
આ પણ વાંચો :આજથી શરૂ થશે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, વિદેશમંત્રી રહેશે હાજર, ભારતનો ડંકો વિશ્વ ફલક પર