ગુજરાતટોપ ન્યૂઝ

રાષ્ટ્રપતિ મુર્મૂ બે દિવસના ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા : અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું સ્વાગત

Text To Speech

ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આગમન થઈ ગયું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વતી અગ્ર સચિવ રાજેશ માંજુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે ગુજરાત વિધાનસભાની ઇ-એસેમ્બલીનું ઉદ્ધાટન કરશે.

કાલે જ પરત દિલ્હી જવા રવાના થશે

રાજભવન ગાંધીનગર ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે અને આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ ઈ-વિધાનસભાની શરૂઆત અને કાર્યક્રમમાં હાજરી આપશે. આવતીકાલે સવારે 11.50 કલાકે રાષ્ટ્રપતિ રાજભવન જવા રવાના થશે. બપોરે 3 વાગ્યા સુધી રાજભવન ખાતે રોકાશે. 3 વાગે રાજભવનથી દિલ્હી જવા માટે રવાના થશે.

વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગયું છે. આવતી કાલે યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.

તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરાયા

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે.

Back to top button