ગુજરાતટોપ ન્યૂઝ

રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : 13મીએ ઇ–વિધાનસભાનું કરશે લોકાર્પણ

Text To Speech

રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી બે દિવસ તા.12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસની મુલાકાતમાં તેઓ લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધિત પણ કરશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિમંત્રણથી રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્ર્રપતિ આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.

અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે

15મી વિધાનસભાનુ પ્રથમ ચોમાસુ સત્ર ડિજિટલ ઈ–વિધાનસભા સત્રનો આરંભ ભારતના રાષ્ટ્ર્રપતિ દ્રોપદી મુર્મૂ 12મી સપ્ટેમ્બરને સવારે કરશે. આવતીકાલે સાંજે રાષ્ટ્ર્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા વન નેશન વન ઇલેકશન બાદ વન નેશન વન એપ્લિકેશન પ્રોજેકટને આગળ વધારવામાં આવી રહ્યો છે. આવતીકાલે સાંજે વાયુદળના વિમાનમાં રાષ્ટ્ર્રપતિનું આગમન અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર થશે અને બુધવારે વન નેશન વન એપ્લિકેશન એટલે કે એ વિધાનસભા નો પ્રારભં કરાવશે. તા.13મી એ વિધાનસભા ના ચોમાસા સત્રને તેઓ ઉદબોધન કરશે. 15મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ ચોમાસુ સત્ર ડિજિટલ બની રહીને સંપૂર્ણતા પેપર લેસ સંચાલન હેઠળ આવી રહ્યું છે. ઈ– વિધાનસભા એપ્લીકેશન હેઠળની ભારતના પ્રથમ ઈ –વિધાનસભા ગુજરાત બની રહેશે.

હરિયાણા, યુપી, ઉત્તરાખંડ પહેલે થી જ પેપરલેસ

ઉલ્લેખનીય છે કે, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખડં જેવા રાજ્યો એ વિધાનસભાના નેવા એપનો ઉપયોગ શરૂ કર્યો છે પરંતુ સંપૂર્ણ પેપર રહેશે સંચાલન હજી સુધી શકય બન્યું નથી. પરંતુ ગુજરાત વિધાનસભા નવા સંસદ ભવનની જેવી જ ટેકનોલોજીથી ચલાવવાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ દ્રારા કરવામાં આવ્યો છે. ગુજરાતના ધારાસભ્યો નવી પેઢીની ટેકનોલોજી થી વાકેફ બને તે માટે એ સરકાર હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રથમ તબક્કે જ વિધાનસભાને સો ટકા પેપર લેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Back to top button