ઉત્તર ગુજરાત

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ બે દિવસ આબુના મહેમાન, શાંતિવનમાં કરશે રોકાણ

Text To Speech

પાલનપુર: મહિલા શક્તિથી સંચાલિત વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન અને માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ બે દિવસ રોકાશે.

 બ્રહ્માકુમારીઝ આયોજીત “વૈશ્વિક શિખર મહા સંમેલન”નું કરશે ઉદ્ઘાટન

બ્રહ્માકુમારીઝ મીડિયાના સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર ‘ભારત વિશ્વ શાંતિનો આશ્ચર્ય દાતા’ વિષયે આગામી ૧૦ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર વૈશ્વિક શિખર મહાસંમેલનનું ઉદ્ઘાટન આબુ તળેટી સ્થિત અધ્યાત્મ નગરી શાંતિવન ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ ના હસ્તે થશે.

બ્રહ્માકુમારીઝ- humdekhengenews

રાષ્ટ્રપતિ બન્યા બાદ દેશની પ્રથમ મુલાકાત

“આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા સ્વર્ણિમ ભારત” તરફ ના બ્રહ્માકુમારીઝ કાર્ય યોજના અંતર્ગત વિશ્વના 140 દેશોના સમાજના દરેક વર્ગના ઉચ્ચ હોદ્દેદારો સમાજ સેવકો અને માનવ સમાજ વચ્ચે રહી સતત સેવારત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર વૈશ્વિક શિખર સંમેલનમાં છ કેન્દ્રીય મંત્રી 6 ગવર્નર સાથે પ્રસિદ્ધ વૈશ્વિક હસ્તીઓને ભારતીય અધ્યાત્મકતા સભર ઈશ્વરીયજ્ઞાન રાજયોગના શિક્ષણ દ્વારા ભારત વિશ્વ શાંતિ માટેનો આશ્ચર્ય દાતા છે.તેનો અનુભવ શાંતિવનમાં કરવામાં આવશે. તા. 10 સપ્ટેમ્બરના સાંજે ભવ્ય અને વિશાળ ડાયમંડ હોલમાં સ્વાગત સમારંભ તથા 11 તારીખે સવારે 11 વાગે રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મૂર્મુ દ્વારા શિખર સંમેલનનું ઉદ્ઘાટન થશે. તથા રાત્રી રોકાણ માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર ખાતે કરી 12 સપ્ટેમ્બર રાષ્ટ્રપતિ દિલ્હી પરત ફરશે. બ્રહ્માકુમારીઝના જ્ઞાનયોગ ક્લાસ તથા દાદીજીની મુલાકાત કરશે.

આ પણ વાંચો:  પંજાબ સરકાર પાસે કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી ? આરબીઆઈ પાસેથી 1 હજાર કરોડની લોન લેશે

Back to top button