ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ગુજરાતની લેશે મુલાકાતે, ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

Text To Speech
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે, લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં આપશે હાજરી.
  • રાષ્ટ્રપતિના હસ્તે પેપરલેસ વિધાનસભા સત્રની શરુઆત થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 12 અને 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ બે દિવસની મુલાકાતમાં તે લોકાર્પણ અને લોન્ચિંગનાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને વિધાનસભાને સંબોધિત પણ કરશે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ 12 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાત આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ-HDNEWS

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ 13 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની E – Assemblyનું લોકાર્પણ કરશે. આ સિવાય રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.

આ પણ વાંચો: ADITYA L1 ત્રીજા જમ્પ દ્વારા પૃથ્વીની ત્રીજી પ્રદક્ષિણા પૂર્ણ કરી, હવે 15 સપ્ટેમ્બર મહત્વપૂર્ણ દિવસ

Back to top button