ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતીય-અમેરિકન નિશા દેસાઈ બનશે USIDFCના ડેપ્યુટી CEO ! રાષ્ટ્રપતિ બાઈડને કર્યા નોમિનેટ

ભારતીય-અમેરિકન નિશા દેસાઈ બિસ્વાલ યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશનના ડેપ્યુટી CEO બની શકે છે. વ્હાઇટ હાઉસે સોમવારે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ જો બાઈડને ભારતીય-અમેરિકન નિશા દેસાઇ બિસ્વાલને યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનમાં ટોચના વહીવટી પદ માટે નોમિનેટ કર્યા છે.

કોણ છે ભારતીય-અમેરિકન નિશા દેસાઈ ?

નિશા દેસાઈ હાલમાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજી એન્ડ ગ્લોબલ ઈનિશિએટીવ્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે. તે યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુએસ બાંગ્લાદેશ બિઝનેસ કાઉન્સિલની દેખરેખ રાખે છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બિસ્વાલે 2013થી 2017 સુધી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાના સહાયક સચિવ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે અભૂતપૂર્વ સહકારના સમયગાળા દરમિયાન યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની દેખરેખ રાખી હતી.

સહાયક સચિવ તરીકેનો કાર્યકાળ અદભુત રહ્યો

તેમણે સહાયક સચિવ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મધ્ય એશિયા સાથે C5+1 સંવાદ અને યુએસ-બાંગ્લાદેશ ભાગીદારી સંવાદની પણ શરૂઆત કરી હતી. આ પહેલા બિસ્વાલ યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)માં એશિયા માટે સહાયક પ્રશાસક હતા. આ સમય દરમિયાન તેમણે સમગ્ર દક્ષિણ, મધ્ય અને દક્ષિણપૂર્વ એશિયામાં યુએસએઆઈડીના કાર્યક્રમો અને કામગીરીનું નિર્દેશન અને નિરીક્ષણ કર્યું હતું.

કેપિટોલ હિલ પર એક દાયકાથી વધુ સમય વિતાવ્યો

તેણે કેપિટોલ હિલ પર એક દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. જ્યાં તેમણે પ્રોફેશનલ સ્ટાફર તરીકે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ)માં સ્ટેટ અને ફોરેન ઓપરેશન્સ સબકમિટી ઓન એપ્રોપ્રિયેશન્સ તેમજ ફોરેન અફેર્સ કમિટીના સ્ટાફ ડિરેક્ટર તરીકે સેવા આપી છે. બિસ્વાલ સ્વૈચ્છિક વિદેશી સહાયતા માટેની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપે છે અને નેશનલ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યૂટ અને યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ ઇન્ટરનેશનલ એડવાઇઝરી કાઉન્સિલના બોર્ડમાં સેવા આપે છે.

બિસ્વાલ વર્જિનિયા યુનિવર્સિટીના સ્નાતક

નિશા દેસાઈ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ અફઘાનિસ્તાન સ્ટડી ગ્રૂપ અને એસ્પેન ઇન્સ્ટિટ્યૂટના ભારત-યુએસ ટ્રેક-2 ડાયલોગ ઓન ક્લાઇમેટ એન્ડ એનર્જીનાં સભ્ય છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે બિસ્વાલ વર્જિનિયા યુનિવર્સિટીના સ્નાતક છે, જ્યાં તેણે આંતરરાષ્ટ્રીય સંબંધો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.

Back to top button