અમદાવાદગુજરાત

સ્માર્ટ સિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીના ધાંધિયા મુદ્દે વોટર કમિટિમાં રજૂઆત

Text To Speech

અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીની બેઠક મળી.જેમાં શહેરમાં પાણીની સમસ્યા અને પ્રદૂષિત પાણી અંગે ચર્ચા કરવામાં આવી..કમિટીના સભ્યોએ ઉનાળામાં ઓછા પ્રેશરથી આવતા પાણીની રજૂઆત કરી હત.જેમાં હંસપુરા મુઠીયા, બાપુનગર, ભરત મિલ કંપાઉન્ડ, તેમજ કઠવાડા,મકતમપુર, સહિતના વિસ્તારોની સમસ્યા વધુ વિકટ હોવાનું જણાવ્યું. આ સાથે પાણીનું પ્રદૂષણ લોકોને બીમાર બનાવી રહ્યું હોવાની પણ ચર્ચા કરાઇ.જ્યાં પણ આ પ્રકારની ફરિયાદ હોય ત્યાં તાકીદે કામ કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થતા જ અવાર-નવાર અમદાવાદ જેવા સ્માર્ટ શહેરમાં પણ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવતુ હોવાના અહેવાલો આવતા રહે છે. ત્યારે મહાનગરપાલિકાના અમુક બિનઅનુભવી શાસકો અને અણઘડ વહીવટ ચલાવતા અધિકારીઓને કારણે અનેક વિસ્તારમાં પાણીની પાઈપલાઈન બિનઉપયોગી બની હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે નંખાયેલી પાઈપલાઈન અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની ચુકી છે.

Back to top button