ડીસાના માણેકપુરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે TDOને રજૂઆત
ડીસા, 2 ડિસેમ્બર 2023, તાલુકાના માણેકપુરા ગામે ગેરકાયદેસર દબાણોને લઈ ગ્રામજનોએ આજે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને ગામમાંથી તમામ દબાણો હટાવવા માટે રજૂઆત કરી હતી.
દબાણો દૂર કરી ગામને દબાણમુક્ત બનાવવા માંગ
ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે. કાચા તેમજ પાકા દબાણો વધતા ગામમાં રસ્તાઓ પણ સાંકડા બની ગયા છે અને સરકારી જમીન પર દબાણો કરી લોકોએ જમીન પચાવી પાડી છે. ત્યારે ગામના જાગૃત લોકો આજે ભેગા થઈ ડીસા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ગામમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. તાત્કાલિક ધોરણે તમામ પ્રકારના દબાણો દૂર કરી ગામને દબાણમુક્ત બનાવવા માંગ કરી હતી.
ગામમાં ગેરકાયદેસર દબાણો ખૂબ જ વધી ગયા
આ અંગે અરજદાર દેવચંદજી ઠાકોરે જણાવ્યું હતું કે માણેકપુરા ગામમાં ગેરકાયદેસર દબાણો ખૂબ જ વધી ગયા છે. તેમજ દબાણદારોને દબાણ હટાવવાનું કહેવા જતા તેઓ ધમકીઓ આપે છે જેથી કંટાળીને આજે અમે ગામના લોકો તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને ગામમાંથી તમામ દબાણ દૂર કરવા માટેની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને બનાસકાંઠા પોલીસે ઝડપ્યો