ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

માલ્યા-મોદી-ભંડારીને ભારત લાવવાની તૈયારી, ED-CBI અને NIA જશે બ્રિટન

Text To Speech
  • ભારત સરકારે બ્રિટન મોકલવા માટે કેન્દ્રીય એજન્સીઓની એક ટીમ બનાવી
  • આ ઉચ્ચ સ્તરીય ટીમ બ્રિટનમાંથી ભાગેડુઓના પ્રત્યાર્પણની પ્રક્રિયાને બનાવશે ઝડપી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : ભારત સરકાર ભાગેડુ ગુનેગારોને લંડનથી લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા, હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદી અને હથિયારોના વેપારી સંજય ભંડારીનો સમાવેશ થાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ તેમને લાવવા લંડન જશે.

 

વરિષ્ઠ અધિકારીઓની ટીમ અને ભારતીય હાઈ કમિશન વચ્ચે લંડનમાં યોજાશે બેઠક

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ટીમ અને બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશન વચ્ચે લંડનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકમાં બ્રિટિશ અધિકારીઓ પણ ભાગ લેશે. આમાં ભારતીય અધિકારીઓ માહિતી એકત્રિત કરશે કે આ ભાગેડુ ગુનેગારોએ લંડન અને અન્ય દેશોમાં કઇ પ્રોપર્ટીમાં નાણાંનું રોકાણ કર્યું અને તેમણે ક્યાં વ્યવહારો કર્યા. ભારત અને બ્રિટન વચ્ચે પરસ્પર કાનૂની સહાયતા સંધિ (MLAT) છે જે માહિતીની આપસમાં વહેંચણી કરે છે. આ સંધિ હેઠળ અન્ય દેશોમાંથી ભાગેડુ આર્થિક ગુનેગારોની માહિતી મેળવવામાં આવે છે.

માલ્યા, નીરવ અને ભંડારીની હાલની શું છે સ્થિતિ ?

વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીને બ્રિટનથી લાવવાના છે. આ ત્રણેયએ લંડનની કોર્ટમાં પોતાને ભારત મોકલતા રોકવા માટે અપીલ કરી છે. EDએ ભારતમાં ત્રણેયની મિલકતો જપ્ત કરી છે.

આ પણ જુઓ :અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા મજબૂત, મેળવી જીત !

Back to top button