એક તરફ રાજ્યમાં નવરાત્રિ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે અગાઉ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલો રોડ-રસ્તા રિપેર થઈ જવાનો વાયદો હજી સુધી પૂર્ણ થઈ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં જ જો વાત કરવામાં આવે તો રોડ બનાવવાની અને પેચવર્ક કરવાની કામગીરી પાછળ રોજ 300 મેટ્રીક ટન મટીરીયલનો વપરાશ થતો હોવાના સત્તાધીશોના દાવાની વચ્ચે હજી શહેરના તમામ રસ્તા તૈયાર થયા નથી.
આ પણ વાંચો : રોડ રસ્તા મામલે મુખ્યમંત્રી એક્શનમાં : કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ આપી
બીજી તરફ નવરાત્રિમાં વડાપ્રધાન અમદાવાદ આવવાના હોવાથી મેટ્રો ટ્રેન સાઈડો પર રોડ બનાવવાનો ઈન્કાર કરતા મ્યુનિસિપલ તંત્રે રાતોરાત રોડ બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે. AMC સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેશ બારોટે એવો દાવો કર્યો હતો કે, શહેરના તમામ વિસ્તારમા નવા રોડ બનાવવા ઉપરાંત વિવિધ વોર્ડ વિસ્તારના રસ્તાઓ ઉપર વરસાદને કારણે પડેલા ખાડાઓ હોટમીકસ અને કોલ્ડમીકસ મટીરીયલની મદદથી પુરવાની કામગીરી શરુ કરી દેવામા આવી છે. હાલમાં રોજ ૩૦૦ મેટ્રીકટન મટીરીયલનો વપરાશ રોડની કામગીરી પાછળ કરાતો હોવાનુ પણ તેમનુ કહેવુ છે.
અમદવાદ શહેરના જે વિસ્તારમા મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે.એવા વિસ્તારમાં રોડ મેટ્રો તરફથી રીપેર કરવામા આવશે એવુ અગાઉની અનેક મિટીંગમાં મ્યુનિ.તંત્ર અને મેટ્રોના અધિકારીઓ વચ્ચે નકકી થયુ હોવાછતાં થલતેજથી ગુરુકુળ સુધીનો રોડ રીપેર કરવા બાબતમા મેટ્રો સત્તાવાળાઓએ ઈન્કાર કરી દેતા મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ રાતોરાત રીસરફેસ કરી નાંખ્યો છે.
આ પણ વાંચો : વધુ એક આંદોલનનો અંત આવશે, આરોગ્યકર્મીઓની પગાર વધારા સહિતની માંગ સ્વિકારાય