ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

‘ડિજિટલ વૉર’ની તૈયારી! રશિયામાં YouTube પર પ્રતિબંધ મૂકી દેવાયો

  • રશિયામાં ટૂંક સમયમાં ગૂગલ, એન્ડ્રોઇડ અને IOS બ્લોક કરવામાં આવશે
  • વૈશ્વિક સ્તરે પણ ‘ડિજિટલ યુદ્ધ’ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
  • રશિયન અધિકારીઓએ આને ‘Tragedy’ ન ગણવા કહ્યું છે

‘ડિજિટલ વૉર’ની તૈયારી! રશિયામાં YouTube પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એક રાષ્ટ્ર એક વિચાર એક દર્શન સ્વઘોષિત ભક્તોમા ગાજતુ આ સ્લોગન રશિયાની અતિવાદી સરકારે પોતાના નાગરિકો આત્મસાત કરવા કહ્યુ છે! રશિયામા પશ્ચિમી દેશો સાથે કનેક્ટ કરતુ પ્લેટફોર્મ YouTube ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. શાસકને ડર છે કે મારા દેશની પ્રજા તે જોશે, સાંભળશે તો ચતુર થઈ મારી સામે જ ઉભી થશે. એથી, YouTubeનુ એક્સેસ બંધ કરી દેવાયુ છે. ત્યા સરકાર જે આપે તે જોવાનુ, વાંચવાનુ અને સાંભળવાનુ એવી એકાત્મ નીતિ છે. એથી હવે રશિયામા પૂતિન- ક્રેમલિન સામે વિદ્રોહ અને ક્રાંતિ નજીક છે. જે ફરીથી વિશ્વને અસરકર્તા થશે !

આ પણ વાંચો: ગુજરાતમાં મોન્સુન ટ્રફ લાઈન પસાર થતી હોવાથી આ શહેરોમાં વરસાદની આગાહી

વૈશ્વિક સ્તરે પણ ‘ડિજિટલ યુદ્ધ’ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે

વિશ્વ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક દેશોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તો કેટલાકમાં આર્થિક કારણે અરાજકતા ફેલાઈ છે. તો ક્યાંક ગૃહયુદ્ધના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે તો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે હવે સૂત્રોમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રશિયા હવે ડિજિટલ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. વિશ્વમાં હાલના સમયમાં કંઈક બનવાની અણી પર છે. હવે યુદ્ધ બંદૂકો, તોપો અને બોમ્બ-ગોળા પૂરતું મર્યાદિત નથી. હવે વૈશ્વિક સ્તરે પણ ‘ડિજિટલ યુદ્ધ’ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

રશિયામાં ટૂંક સમયમાં ગૂગલ, એન્ડ્રોઇડ અને IOS બ્લોક કરવામાં આવશે

આ દરમિયાન રશિયાએ એક મોટી જાહેરાત કરી છે. રશિયન સ્ટેટ ડુમા (રશિયન સંસદ)ના ડેપ્યુટી એલેક્સી ડીડેન્કોના જણાવ્યાનુસાર, રશિયામાં ટૂંક સમયમાં ગૂગલ, એન્ડ્રોઇડ અને IOS બ્લોક કરવામાં આવશે. રશિયામાં સરકારી અધિકારીઓ અને અમલદારોને ઘણા સમય પહેલા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પુતિન તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના બનાવી લીધી છે. આ ઉપરાંત રશિયન અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ખાસ કરીને એવા લોકો પર આ પ્લેટફોર્મ્સ સામે પ્રતિબંધો લાદવામાં આવશે જેમની પાસે ખાનગી માહિતીની ઍક્સેસ છે. રશિયા તરફથી આ પહેલો સંકેત છે. દરેક વ્યક્તિને અન્ય પ્લેટફોર્મ પર સ્વિચ કરવાની જરૂર છે. જો કે, હજુ સુધી આ પગલું રશિયન સત્તાવાળાઓ દ્વારા કે કોઈ સંબંધિત પ્લેટફોર્મ દ્વારા લેવામાં આવ્યું હતું એ સ્પષ્ટ થયું નથી. રશિયન અધિકારીઓએ આને ‘Tragedy’ ન ગણવા કહ્યું છે. એટલા માટે છે કારણ કે આવી બીજી ઘણી એપલીકેશન અને પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ રશિયામાં થાય છે. જેમાંથી નેટફ્લિક્સ (Netflix) એક છે. રશિયાના આ નિર્ણય બાદ ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ થોડી જ વારમાં તેઓ પણ શાંત થઈ ગયા હતા.

Back to top button