ઉત્તર ગુજરાતગણેશ ચતુર્થી

બનાસકાંઠા, ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

Text To Speech

પાલનપુર: ભાદરવા મહિનાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જેથી ગણેશ મહોત્સવની શાનદાર ઉજવણી કરવા માટે ગુજરાતના લોકો તડામાર તૈયારીઓ કરવા લાગ્યા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં દરેક શહેરમાં ભાદરવા સુદ -4 થી ગણેશ મહોત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવે છે. ગણેશજીની નવી નવી ડિઝાઈનમાં તેમની મૂર્તિઓ બનાવવા કારીગર વર્ગ આખરી ઓપ આપવાની તૈયારીઓમાં લાગી ગયો છે. ગુજરાતના નાના મોટા શહેરોમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ બનાવી તેમાં રંગપૂર્ણ તેમજ શણગાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: પાંચ વર્ષ બાદ ડીસાની બનાસ નદીમાં નીર આવતા કરાયાં વધામણાં

બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર ,ધાનેરા ,થરાદ જેવા વિવિધ શહેરોમાં હાઇવે પર ના ફૂટપાથ ઉપર ગણેશ ભગવાનની મૂર્તિઓનેઆબેહૂબ બનાવી તેને રંગરંગાણ કરવામાં આવી રહી છે.

આ વખતે કોરોનાની મહામારી બાદ સરકારે છૂટ આપતા આ વર્ષે ગણેશ ભગવાનની મહોત્સવની ઉજવણી ધામધૂમથી મહોલ્લામાં તેમજ પાર્ટી પ્લોટોના મેદાનોમાં ગણેશ ભગવાનની મૂર્તિઓ ગોઠવીને સાત દિવસ પૂજા અર્ચના કરી રાત્રે રાસ ગરબા ની રમઝટ ડીજેના તાલ સાથે બોલાવી લોકો મન મૂકીને ગરબે ઘૂમતા નજરે જોવા મળશે.

Back to top button