દેખો ચાંદ આયા: દુબઈની ધરતી પર હવે ઉતરશે ચાંદ
દૂર આકાશમાં ચમકતા ચંદ્રનું તેજ જોઈને તમે તેને વખાણતા રહો છોને, અને ઘણી વાર એ ચાંદની પાસે જવાનું અને તેને ચુંટવાનું મન થતુ હોય છે. ત્યારે ચીંતાના કરો હવે આ ચાંદ જમીન પર આવી રહ્યો છે. વડી તે કેવી રીતે તેમ તમને થતું હશે ને તો જાણાવી દઉં કે દુબઈમાં ચાંદ જેવો આકાર ધરાવતી રિસોર્ટ બનવા જઈ રહી છે. જે હુબહુ ચાંદ જેવો જ આકાર અને ચમકતી જોવા મળશે. ત્યારે આ રેસ્ટોરા માટે બ્લ્યું પ્રીન્ટ રેડી કરી દેવામાં આવી છે. તેમજ આ કામ કરવા માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તે જાણતા તમે ચોંકી જશો. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દુબઈમાં ચંદ્ર જેવો રિસોર્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, UAEના પ્રવાસન ક્ષેત્રની આવક 2022 ના પ્રથમ છ મહિનામાં $5 બિલિયનને વટાવી ગઈ છે.હવે દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે UAEએ ચંદ્ર જેવો રિસોર્ટ બનાવવાની તૈયારી શરૂ કરી છે.જેનો અંદાજીત ખર્ચ 40,000 કરોડ માનવામાં આવી રહ્યો છે. તેમજ તે વાર્ષિક 13 હજાર કરોડથી વધુની કમાણી કરાવશેનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.
રિસોર્ટ માટે $5 બિલિયનનો ખર્ચ:
UAE બુર્જ ખલીફા અને અન્ય ગગનચુંબી ઈમારતો માટે જાણીતું છે. દેશની આ સુંદર ઈમારતોમાં હવે બીજું નામ દુબઈ મૂન ઉમેરાવા જઈ રહ્યું છે.તેને આકાશમાં ચમકતા ચંદ્ર જેવો બનાવવામાં આવશે અને તેને જોઇને એવું લાગશે કે જાણે ચંદ્ર જમીન પર આવી ગયો છે.તેને બનાવવા માટે જંગી બજેટની જોગવાઈ કરવામાં આવી છે. અરેબિયન બિઝનેસ રિપોર્ટ અનુસાર, આ ચંદ્ર જેવો બનાવવા માટે લગભગ 5 બિલિયન ડોલર એટલે કે આશરે 40,000 કરોડ જેટલી મોટી રકમ ફાડવવા જઈ રહી છે.
48 મહિનામાં રિસોર્ટ તૈયાર થઈ જશે:
રિપોર્ટ અનુસાર દુબઈમાં આ ડેસ્ટિનેશન રિસોર્ટ બનાવવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.આ પ્રોજેક્ટ મૂન વર્લ્ડ રિસોર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.પાની સહ-સ્થાપક સાન્દ્રા જી મેથ્યુસ અને માઈકલ આર હેન્ડરસન છે.કંપનીના સહ-સ્થાપક સાન્દ્રા જી મેથ્યુસ અને માઈકલ આર હેન્ડરસન છે. તેમણે આ સંદર્ભમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે દુબઈ મૂન પર્યટનને પ્રોત્સાહન આપવાનો સ્ત્રોત છે.