- રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1.03 લાખથી વધુ બેડ ઉપલબ્ધ
- 10,899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પીએસએ પ્લાન્ટ કાર્યરત
- રાજ્યમાં 9,700 વેન્ટિલેટર, 15 હજાર ICU બેડ સજ્જ
કોરોનાના વધતાં કેસ વચ્ચે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સજ્જતાની ચકાસણી માટે કોવિડ મોકડ્રીલ યોજવામાં આવી હતી, આજે પણ મોકડ્રીલ યોજાઇ હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલમાં સહભાગી બન્યા હતા, જેમાં ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઈસીયુમાં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સવારે મોકડ્રીલ યોજાઈ હતી.
આ પણ વાંચો: કરજણ: કાળા સોનાનો કારોબાર કરતા 20 વર્ષથી ફરાર દંપતી મુંબઇથી ઝડપાયું
રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1.03 લાખથી વધુ બેડ ઉપલબ્ધ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, બે દિવસની કોવિડ મોકડ્રિલ દરમિયાન કોઈ પણ ત્રુટી જણાશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે. રાજ્યના 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 365 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પિટલોમાં બે દિવસની મોકડ્રિલમાં ચકાસણી હાથ ધરાશે. કોરોના અંતર્ગત રાજ્યમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1.03 લાખથી વધુ બેડ ઉપલબ્ધ છે, જે પૈકી 15 હજાર જેટલા આઈસીયુ અને 9,700 જેટલા વેન્ટિલેટર બેડ સજ્જ છે.
આ પણ વાંચો: અમદાવાદ: 40 વર્ષથી બંધ પડેલી મિલના કામદારોના હકના રૂપિયા માટે મોટી ગેમ રમાઇ
10,899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પીએસએ પ્લાન્ટ કાર્યરત
રાજ્યમાં 10,899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પીએસએ પ્લાન્ટ કાર્યરત છે. કોરોના ટેસ્ટિંગ માટે રાજ્યમાં 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી કાર્યરત છે, જેની હાલ દૈનિક કુલ ટેસ્ટિંગ ક્ષમતા 1.75 લાખ જેટલી છે. આરટીપીસીઆ પોઝિટિવ દર્દીનું જીનોમ સિકવન્સિંગ કરવા માટે ગાંધીનગર ખાતે દર મહિને 4 હજારથી વધુ જિનોમ સિકવન્સિંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે.