નેશનલ ગેમ્સ પૂર્વે અમદાવાદમાં તાડમાર તૈયારીઓ શરૂ, કેવું છે આયોજન ?
નેશનલ ગેમ્સના પ્રારંભ પૂર્વે સમગ્ર રાજ્યમાં સ્થાનિક કક્ષાએ રમતોત્સવનુંઆયોજન કરવામાં આવ્યું છે. તે અનુસંધાને અમદાવાદ શહેરનાં વિવિધ 8 સ્થળોએ 15 જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે. સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, મણિનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજનથી અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોમાં રમતોને લઇને જાગૃતિ આવે તેમજ ગુજરાતમાંથી નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
અમદાવાદ તમામ રીતે તૈયાર
ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર-2022 દરમિયાન પ્રથમ વખત યોજાનારી નેશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ નેશનલ ગેમ્સ -2022ની યજમાની માટે સજ્જ થયુ છે. જે અંતર્ગત અમદાવાદમાં તિરંદાજી, રગ્બી, ફુટબોલ, કબડ્ડી, સ્કેટિંગ, ટેનીસ, ગોલ્ફ, રાઇફલ શૂટિંગ સહિતની રમતો રમાશે. સાબરમતી નદી પણ હવે રોવિંગ, કેનોઇંગ તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ જેવી રમતોની સાક્ષી બનશે.
વિવિધ 15 રમતોનું આયોજન
અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જોરશોરથી 36મી નેશનલ ગેમ્સની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર નૅશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ શહેરના 8 જેટલા સ્પોર્ટસ કોમ્પલેક્સ સહિતનાં સ્થળો પર વિવિધ 15 રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના અંતર્ગત સંસ્કારધામમાં તીરંદાજી, ખો-ખો અને મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગ્બી, ટ્રાન્સ્ટેડિયા એકા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફુટબોલ સ્પર્ધા તેમજ કબડ્ડી, યોગાશન, શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફુટબોલ સ્પર્ધા યોજાશે.
નેશનલ ગેમ્સની સાથે ગરબાની રમઝટ પણ જામશે
સાબરમતી નદીમાં રોવિંગ, કેનોઇંગનું તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ રમતનું આયોજન થશે. કેન્સ વિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં લૉન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શુટિંગ, જ્યારે ખાનપુરની રાઇફલ ક્લબ ખાતે રાઇફલ અને પીસ્ટલની શુટિંગ સ્પર્ધાઓ યોજાશે.
આ પણ વાંચો : ધાકડ ર્ગલ્સ: ઘરની બહાર પણ ના નીકળેલી દીકરીઓ નેશનલ ગેમ્સની તૈયારીમાં