ગૃહપ્રધાનના નિવાસ સ્થાને ભાજપની મહત્વની બેઠક, ઉમેદવારોના નામ અંગે મનોમંથન
ભાજપ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ અને આપે ઘણી બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પણ હજુ સુધી ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ગતરોજને દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપશે અને આગામી 3 દિવસ સુધી ઉમેદવારોના નામ પર મંથન કરી તા.10ની આસપાસ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.
ગૃહપ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને બેઠક
ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધી કોઈપણ સીટ પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. ત્યારે ઉમેદવારોના નામને લઈને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં જરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં બે દિવસ મનો મંથન બાદ ઉમેદવારોના નામ જાહેર કરાશે.
આ પણ વાંચો: આ વિધાનસભાની ચૂંટણીમાં વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા, ઘરે બેઠા જ મતદાન કરી શકશે
10મીએ જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામની યાદી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દરેક બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવા માટે 9 અને 10 નવેમ્બરે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાન છે. 9મી તારીખે સાંજે 6:30 કલાકે શરુ થનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, અમિત શાહ, જે. પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે, ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. ત્યારે ભાજપ દ્વારા 10 નવેમ્બર કે તે બાદ તરત જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.